Western Times News

Gujarati News

શહેરના ૨૦૦+ બગીચા કોરોનાના એ.પી.સેન્ટર બને તેવી દહેશત

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશને અનલોક-૪માં બાગ-બગીચા ખુલ્લા મુક્યા છે. અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન સંચાલિત ૨૦૦ કરતા બગીચા નાગરીકો માટે ખુલી ગયા છે. પરંતુ તેમાં કોરોના સંક્રમણના બાપને રોકવા માટે કોઈ જ અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા નથી. જેના કારણે સ્માર્ટસીટીના બગીચાઓ કોરોનાના એ.પી.સેન્ટર બની શકે છે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે.
કોરોના અને લોકડાઉનના કારણે અમદાવાદના બગીચાઓ માર્ચ મહિનાથી બંધ હતા. જે અનલોક જાહેર થયા બાદ પણ ખોલવામાં આવ્યા ન હતા. અનલોક-૪ માટે સરકારની જાહેરાત બાદ શહેરના તમામ બગીચાઓ ખોલવામાં આવ્યા છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

બગીચાઓ ખુલ્લા મૂકતા પહેલાં ગાર્ડન વિભાગના તમામ સ્ટાફ અને સિક્યોરીટીના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે બગીચામાં આવતા નાગરીકોની સુરક્ષા માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. મ્યુનિ.બગીચામાં પ્રવેશ કરતા સમયે નાગરીકો માટે સેનેટાઈઝર મૂકવામાં આવ્યા નથી. તેમજ પ્રવેશ માટે કોઈ સંખ્યા નિયંત્રિત પણ કરવામાં આવી નથી. તેથી જાે કોઈ સમાજ કે સંસ્થા દ્વારા બગીચામાં “ગેટ ટુ ગેધર” જેવા કાર્યક્રમનું આયોજન થાય તો તેમને રોકવા મુશ્કેલ બની શકે છે. બગીચામાં પ્રવેશ કરનાર નાગરીકોએ માસ્ક પહેરવામાં આવ્યા છે કે કેમ ? તેની દેખરેખ રાખવા માટે માત્ર એક સીક્યોરીટી ગાર્ડ ઉપલબ્ધ છે. તેવી જ રીતે બગીચામાં સોશ્યલ ડીસ્ટન્સની જાળવણી કરવી પણ મુશ્કેલ છે. કોરોના નિયંત્રિત કરવા માટે જાહેર પરિવહન સેવા ૫૦ ટકા કેપેસીટી સાથે શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ બગીચા માટે કોઈ જ નિયંત્રણ રાખવામાં આવ્યા નથી.

મ્યુનિ.કોર્પાેરેશનના પૂર્વ નેતા અને સીનીયર કોર્પાેરેટર સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ નાગરીકો માટે બગીચા શરૂ કરવામાં આવ્યા છે તે આવકાર્ય છે. પરંતુ નાગરીકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે બાગ બગીચામાં કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે કોરોના સંક્રમણ વધી શકે છે. મ્યુનિ.ક્ચેરીઓ, સરકારી ક્ચેરીઓ, કોર્પાેરેટ ઓફીસો તથા ખાનગી સોસાયટીઓમાં મુખ્ય દરવાજા પાસે ટેમ્પરેચર માપવામાં આવે છે. તથા સેનેટાઈઝર આપવામાં આવે છે તેવી વ્યવસ્થા બગીચાઓમાં પણ કરવી જરૂરી છે. કોર્પાેરેટ ઓફીસો તથા સોસાયટીઓમાં કો.ઓર્ડીનેટરની નિમણૂંક કરવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ મ્યુનિ.કોર્પાેરેશનની માલિકીની જગ્યામાં આવનાર લોકોને કો.ઓર્ડીનેટર કરવામાં આવી રહ્યા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.