અમદાવાદના ૪૦ વર્ષ જૂના ૬૦૦ મતદારનાં નામ યાદીથી ગાયબ
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદ્દત પૂર્ણ થઈ ગઇ છે. અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની સત્તા હાલમાં ભાજપ પાસે છે. વર્ષ ૨૦૧૫ના પરિણામો મુજબ બીજેપી પાસે ૧૪૨ અને કોંગ્રેસ પાસે ૫૦ સીટો રહેલી છે. ૪૬૬ ચોરોસ કી.મી.ના અમદાવાદમાં કોર્પોરેશનના કુલ ૪૮ વોર્ડ આવેલા છે અને જેમાં વોર્ડ દીઠ ૪ કોર્પોરેટરો છે.
કુલ ૧૯૨ કોર્પોરેટરો અમદાવાદ શહેરમાં છે. ત્યારે આગામી સમયમાં યોજાવા જઇ રહેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છબરડા સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આગામી સમયમાં યોજાવા જઇ રહેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા છબરડો સામે આવ્યો છે.
અમદાવાદમાં ૪૦ વર્ષ જૂના મતદારો યાદીમાંથી ગુમ થઇ ગયા છે. બાપુનગરમાં ૬૦૦ મતદારના નામ મતદાન યાદીમાંથી ગાયબ થઇ ગયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, અમપા સ્કૂલ બોર્ડના સભ્યનું નામ પણ આ લિસ્ટમાંથી ગાયબ થઇ ગયું છે.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ૪૦ વર્ષ જુના મતદારોના નામ યાદીમાંથી ગુમ થયા છે.
૬૦૦ જેટલા મતદારોના નામ યાદીમાંથી બાકાત થતા સ્થાનિક લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. અ.મ્યુ.કો. સ્કૂલ બોર્ડના સભ્યનું પણ નામ ગાયબ થયુ છે. બાપુનગરના વલ્લભ ફ્લેટ આસપાસના લોકોના નામ નવા સીમાંકનમાં જ નથી. જણાવી દઇએ કે, દરકે ચૂંટણીઓમાં અહીંના સ્થાનિક લોકો મતદાન કરે છે.
ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ શહેરમાં ૫૫ લાખ ૭૭ હજાર ૯૪૦ લોકો હતા. ૨૦૨૦ સુધીમાં આ આંકડો ૬૮ થી ૭૦ લાખ પહોચ્યો છે. આ વર્ષે પણ ભાજપ અને કોંગ્રેસે કોર્પોરેશનમા પોતાનો પક્ષ સત્તામાં આવે તે માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થાય તેવી અપેક્ષાએ બંને પક્ષ હાલ તૈયારીઓ કરી રહ્યા છે.SSS