શહેરના 60 ટકા કેસ રેડઝોન વિસ્તારમાં નોંધાયા
અસારવા, સરસપુર અને ગોમતીપુર માં પણ કેસની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો
અમદાવાદ શહેરમાં કોરોના કેસ માં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે શરૂઆતના તબક્કામાં માત્ર કોટ વિસ્તારના ૪ વોર્ડ માં ખુબ જ મોટા પાયે સંક્રમણ જોવા મળ્યું હતું ત્યારબાદ દાણીલીમડા અને બેહરામપુરા વિસ્તારમાંથી પણ મોટા પાય કોરોના પોઝિટિવ કેસ બહાર આવ્યા હતા દાણી લીમડાની સફી મંજિલ અને બેરામપુરા જૂની રસુલ કડિયા ની ચાલી કોરોના હોટસ્પોટ બની ગયા છે મ્યુનિસિપલ કોર્પોરેશન આ તમામ વોર્ડ ને ક્લસ્ટર corentin કર્યા હતા
તેમજ ઘરે ઘરે સર્વે પણ કરવામાં આવ્યો હતો . મ્યુનિસિપલ કમિશનરે 8 એપ્રિલથી કોટ વિસ્તારને બફરઝોન જાહેર કર્યો હતો તેમજ એગ્રેસીવ સર્વે શરૂ કર્યો હતો તેમ છતાં આ વિસ્તારોમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં લેશમાત્ર ઘટાડો થયો નથી . કોટવિસ્તાર માં વધી રહેલા કેસ સામે તંત્ર લાચાર બની ગયું છે.આગામી ૩જી મે એ lockdown ની સમય મર્યાદા પૂર્ણ થતી હોવાથી તેને યથાવત રાખવી કે કેમ તે માટે શહેરના ૪૮ વોર્ડ અને રેડ અને ઓરેન્જ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન જમાલપુર ખાડિયા બહેરામપુરા દાણીલીમડા દરીયાપુર અને અને શાહપુર નો રેડ ઝોનમાં સમાવેશ કર્યો છે ચોંકાવનારી માહિતી મુજબ શહેરના કુલ કેસના લગભગ ૬૦ ટકા કેસ માત્ર રેડ વિસ્તારમાં જ નોંધાયા છે જેના કારણેઆ વિસ્તારોમાં lockdown ખોલવામાં આવે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.
અમદાવાદ શહેરમાં 27 એપ્રિલે 194 કેસ કન્ફોર્મ થયા હતા જેના પગલે શહેરમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 2364 થઈ હતી જેમાં 1400 કરતાં પણ વધુ માત્ર રેડઝોન માં નોંધાયા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરેલા રેડઝોન વોર્ડ પૈકી જમાલપુર માં 518, દરિયાપુર માં 132, શાહપુર માં 110, ખાડિયાવોર્ડ માં 206, બહેરામપુરા માં 281 અને દાણીલીમડા માં 177 કેસ કન્ફર્મ થયા છે. આમ. 28 એપ્રિલ સવારે 11 વાગ્યા ના રિપોર્ટ મુજબ અમદાવાદમાં કન્ફર્મ થયેલ 2364 કેસ પૈકી રેડઝોન ના 6 વોર્ડમાં જ 1424 કેસ પોઝિટિવ જાહેર થયા છે. જે કુલ કેસ ના 60 ટકા કરતા પણ વધારે છે. મ્યુનિસિપલ કોર્પોરેશને જે વોર્ડ ને રેડઝોન જાહેર કર્યા છે તે સિવાય બીજા વિસ્તારમાં પણ હોટસ્પોટ બની રહ્યા છે.
જેમાં અસારવા, ગોમતીપુર, સરસપુર,મણિનગર, નારણપુરા અને નવા વાડજ મુખ્ય છે. 28 એપ્રિલ સવાર ના રિપોર્ટ મુજબ મણિનગર વૉર્ડ માં 66, સરસપુર માં 65, અસારવા માં 74, ગોમતીપુર માં 58, નવવાડજ માં 41 અને નારણપુરા માં 33 કેસ નોંધાય હતા. આ વિસ્તારમાં ઝડપથી કાર્યવાહી કરવામાં નહિ આવે તો તેને પણ રેડઝોન બનવામાં સમય લાગશે નહિ. આ વિસ્તાર પૈકી ગોમતીપુર અને અસારવા માં વસ્તી ની ગીચતા વધારે છે તેથી ત્યાં વધુ ધ્યાન આપવાની જરુર છે.
શહેર ના રેડઝોન વિસ્તારમાં કેસની સંખ્યામાં ઝડપથી ઘટાડો થાય તેવી કોઈ જ શકયતા જોવા મળતી નથી તેથી 3જી મેં બાદ પણ આ વિસ્તારમાં લોકડાઉન યથાવત રહી શકે છે. જયારે અસારવા, ગોમતીપુર, સરસપુર માં ધ્યાન આપવામાં નહિ આવે તો આ વિસ્તાર પણ ઝડપથી રેડઝોન જાહેર થઈ શકે છે તેવી દહેશત નિષ્ણાત વ્યક્ત કરી રહ્યા છે.