Western Times News

Gujarati News

શહેરની કર્ણાવતી-રાજપથ ક્લબમાં ધૂળેટી નહીં ઉજવાય

અમદાવાદ, કોરોનાના વધતા કેસોની વચ્ચે હોળી ધૂળેટીના તહેવારની ઉજવણીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદની ક્લબોમાં પણ આ વર્ષે પણ હોળી ધુળેટીની ઉજવણી નહીં કરવાનો ર્નિણય લેવાયો છે. શહેરની રાજપથ અને કર્ણાવતી કલબમાં આ વર્ષે પણ હોળી ધુળેટીને લઈ કોઈ આયોજન કરવામાં આવશે નહીં.

રાજ્યમાં હજુ કોરોના કેસ આવે છે અને સંપૂર્ણ કોરોના ગયો ન હોવાથી કબલ સંચાલકોએ આ મહત્ત્વપૂર્ણ ર્નિણય લીધો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ૨ વર્ષથી રાજ્યમાં કોરોના મહામારીના કારણે તમામ ઉજવણીઓ બંધ છે અને આ વર્ષે પણ બંધ રાખવાનો ર્નિણય ક્લબ દ્વારા લેવામાં આવ્યો છે.

કલબોમાં હોળી ધુળેટીના તહેવારનું મોટા પાયે આયોજન કરવામાં આવતું હતું. જેમાં કલરોની સાથે રેનડાન્સનું પણ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોઈ આયોજન કરવામાં આવ્યું નથી.

શહેરની બે સૌથી મોટી ક્લબ રાજપથ અને કર્ણાવતી કલબમાં ધુળેટીનો તહેવાર ભારે રંગેચગે ઉજવાય છે. પરંતુ આ વર્ષે પણ ધુળેટીની ઉજવણી નહી કરવાનો ર્નિણય લીધો છે. કલબ મેમ્બરોને પોતાના ઘરે ધૂળેટી ઉજવવા અપીલ કરી છે. આ વખતે કોરોનાના વધતા કેસની સીધી અસર હોળી ધૂળેટીની ઉજવણી પર પડવાની શરૂ થઇ ચૂકી છે.

ગત વરસે પણ કોરોનાના કેસ વધતા કલબોમાં ધૂળેટીની ઉજવણી બંધ રહી હતી. હાલ તો અમદાવાદની સૌથી મોટી બે ક્લબોએ તહેવારની ઉજવણીને લઈને આ ર્નિણય લીધો છે, પરંતુ સુરત, વડોદરા અને રાજકોટની ક્લબોમાં ધુળેટીની ઉજવણી થાય છે કે નહીં તે જાેવાનું રહ્યું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.