શહેરની સ્ટ્રીટલાઈટોની જાળવણી ફ્રાંસ સરકાર કરશે
ફ્રાંસ સરકારના હિસ્સાવાળી સીટેલુમ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો : ભાજપના કોર્પોરેટરને ખોટા સાબિત કરી વિજીલન્સ તપાસમાં કંપનીને ક્લિનચીટ આપવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરની દોઢ લાખ કરતા વધારે સ્ટ્રીટલાઈટોની જાળવણી માટે ‘સીટેલુમ’ નામની કંપનીને પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સદર કંપની સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો થયા બાદ વિજીલન્સ તપાસ શરૂ કરવામાં આવી હતી. સામાન્ય રીતે મનપામાં વિજીલન્સ તપાસ પૂર્ણ થવામાં ઓછામાં ઓછા બે વરસનો સમય લાગતો હોય છે.
જ્યારે ‘સીટેલુમ’ કંપનીની તપાસ કરવામાં માત્ર મહિનો જ થયો હતો અને એક મહિનામાં જ તપાસ પૂર્ણ થઈ ગઈ હતી અને તેને ક્લિનચીટ પણ આપવામાં આવી છે. સદ્દર કંપનીને કોન્ટ્રાક્ટ આપવા માટે શાસક પક્ષે તેમના જ કોર્પોરેટરના આક્ષેપોને ખોટા જાહેર કર્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘ધાર્યુ ધણીનું થાય’ કહેવત વખતોવખત સાર્થક થઈ રહી છે. ર૦૧૪થી ર૦૧૯ સુધી સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ફ્રાંસની સીટેલુમ કંપનીને આપવામાં આવ્યો હતો.
સદર કંપનીની કામગીરી અત્યંત નબળી હોવાની તથા સક્ષમ સતાની મંજુરી વિના જ પેટા કોન્ટ્રાક્ટ આપ્યા હોવાની રજુઆત સ્ટેન્ડીંગ કમિટિમાં થઈ હતી. કમિટિ સભ્ય જતિનભાઈ પટેલે પુરાવા સાથે રજુઆત કરી હોવાથી સીટેલુમ કંપની સામે વિજીલન્સ તપાસ શરૂ કરવાની કમિશનરને ફરજ પડી હતી.
દરમ્યાનમાં સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સ માટે નવા ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પણ એક માત્ર સીટેલુમ કંપની જ ક્વોલિફાઈડ થઈ હતી. પરંતુ વિજીલન્સ તપાસ અને નબળી કામગીરીના કારણે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિએ દરખાસ્ત પરત કરી નવેસરથી ટેન્ડર જાહેર કરવા ઠરાવ કર્યો હતો. પરતુ તંત્ર દ્વારા રી-ટેન્ડર કરવામાં આવ્યા નહોતા. તથા મ્યુનિસિપલ કમિશ્નર પુનઃ વિચારણા કરવા માટે ફરીથી દરખાસ્ત રજુ કરી હતી. જેને રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિ તથા સ્ટેન્ડીંગ કમિટિએ લીલી ઝંડી આપી હતી.
સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અમુલભાઈ ભટ્ટના જણાવ્યા અનુસાર સીટેલુમ કંપની સામે વિજીલન્સ તપાસ પૂર્ણ થઈ ગઈ છે તથા એકપણ આક્ષેપ સાચા સાબીત થયા ન હોવાથી તેને ક્લિનચીટ આપવામાં આવી છે. તથા મંજુર થયેલ ટેન્ડર મુજબ સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે. નવા કોન્ટ્રાક્ટમાં લાઈટપોલમાં ઘટાડો થયાની સાથે ભાવમાં પણ ઘટાડો થવાની શરત રાખવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.
મ્યુનિસિપલ કોર્પોેરશનના આતંરીક સુત્રોનું માનીએ તો સીટેલુમ કંપનીને કોન્ટ્રાક્ટ આપવો તે સતાધારી પાર્ટી મજબુરી માનવામાં આવે છે. સીટેલુમ કંપની ફ્રાંસની છે. તથા કંપનીનો લગભગ ૮૭ ટકા હિસ્સો સ્થાનિક સરકારનો છે. ફ્રાંસમાં સદર કંપની ઈડીએમ ના નામથી ઓળખાય છે. લાઈટ (વીજળી) સપ્લાય કરે છે. સ્ટેન્ડીંગ કમિટિમાં થયેલ રજુઆત અને વિજીલન્સ તપાસની જાહેરાત બાદ તે કંપનીને કોન્ટ્રાક્ટ ન આપવા માટે નિર્ણય થયો હતો. પરંતુ ઉચ્ચ કક્ષાના દબાણ અને મધ્યસ્થી બાદ સીટેલુમ કંપનીને કોન્ટ્રાક્ટ આપવા માટે ગાંધીનગરથી ફરમાન થયા હતા.
જેનો અમલ મ્યુનિસિપલ કમિશ્નર અને શાસકોએ કર્યો છે. ફાંસ પાસેથી રાફેલ વિમાનની ખરીદી બાદ દેશના અનેક મોટા શહેરોમાં સીટેલુમ કંપનીને સ્ટ્રીટલાઈટ મેઇન્ટેનન્સના કોન્ટ્રાક્ટ મર્ળ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કોન્ટ્રાક્ટમાં સ્ટ્રીટલાઈટ પોલ દીઠ કંપનીને રૂ.૬પ.૬૬ ચુકવવામાં આવશે. જુના કોન્ટ્રાક્ટમાં પોલ દીઠ રૂ.૭૦ તથા મલ્ટીપલ પોલ દીઠ રૂ.૮૦ ચુકવવામાં આવતા હતા. શહેરમાં ૧ લાખ ૭૦ હજાર સ્ટ્રીટલાઈટ છે જે પૈકી ૯૦ૅ હજાર પોલ ખાનગી સાસાયટીઓમાં છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને નવા કોન્ટ્રાક્ટમાં સોસાયટી પોલની જવાબદારીમાંથી મુÂક્ત મેળવવાના અણસાર આપ્યા છે. જે તે સોસાયટીના રહીશોએ જ મેઈન્ટેનન્સ અને બીલનો ખર્ચ ભોગવવાનો રહેશે.
મ્યુનિસિપલ વહીવટી તંત્ર દ્વારા આ દિશામાં આયોજન થઈ રહ્યુ છે. જા તેનો અમલ થઈ જશે તો મ્યુનિસિપલ કોર્પોેરશનને દર મહિને રૂ.પ૯ લાખનો ફાયદો થઈ શકે છે. સીટેલુમ કંપનીના નવા કોન્ટ્રાક્ટમાં આ શરતનો સ્પપ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.