શહેરની ૭૦૦ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા નથી

Files Photo
અમદાવાદ: હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી અંગે થયેલી અરજીના મામલે આજે હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણી હાથ ધરાઇ હતી. હાઇકોર્ટમાં ફાયર સેફ્ટીનો અમલ ન થતું હોવાની અરજી કરાઇ હતી. કોર્ટે આ મુદ્દે સરકારને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. જેમાં ચોંકાવનારા ખુસાસા સામે આવ્યા છે.ફાયર સેફ્ટીનો યોગ્ય રીતે અમલ થાય તે જરૂરી છેઃ હાઇકોર્ટ, ફાયર સેફ્ટી અંગે ફાયર ઓફિસર રિપોર્ટ કર્યો રજૂ૧૨૦૦ હોટેલ-રેસ્ટોરન્ટમાંથી ૪૫૦ રેસ્ટોરન્ટ પાસે ફાયર સેફટીનું એનઓસી નથી. હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી અંગે થયેલી અરજીના મામલે આજે હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણી હાથ ધરાઇ હતી. હાઇકોર્ટમાં ફાયર સેફ્ટીનો અમલ ન થતું હોવાની અરજી કરાઇ હતી.
કોર્ટે આ મુદ્દે સરકારને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. કોર્ટેમાં ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે સોગંદનામુ રજૂ કર્યો છે. જેમાં ૧૨૦૦ હોટેલ-રેસ્ટોરન્ટમાંથી ૪૫૦ રેસ્ટોરન્ટ પાસે ફાયર સેફટીનું એનઓસી ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. ૭૦૦ જેટલી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ન હોવાનો સોગંદનામાંમાં ઉલ્લેખ છે તેમજ ૧૮૫ ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટી ન હોવાનો સોગંદનામાં ઉલ્લેખ઼ કરાયો છે. ફાયર સેફ્ટીને લઇ હાઇકોર્ટે સરકારને ટકોર કરતા જણાવ્યું છે
કે, હોસ્પિટલ,રેસ્ટોરન્ટ, ટ્યુશન ક્લાસ સાથે અન્ય ઇમારતોમાં પણ ફાયર સેફ્ટીનું પાલન થવું જરૂરી છે. ફાયર સેફ્ટીને લઇ અન્ય ઇમારતોમાં પણ એટલું જ ધ્યાન અપાવું જોઇએ. ફાયર સેફ્ટી મુદ્દે વધુ સુનાવણી આગામી દિવસમાં હાથ ધરાશે.