શહેરમાં અવારનવાર બનતા આગના બનાવો માટે જવાબદાર કોણ ?
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, શહેરમાં ફાયર સીસ્ટમ અને એનઓસી માટે એકતરફી કાર્યવાહી થઈ રહી હોય તેવો માહોલ જાેવા મળી રહ્યો છે. મ્યુનિ.ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી માટે સ્થળ તપાસ કરવામાં આવે છે. નોટિસ અપાય તથા સીલ પણ થાય છે. પરંતુ ત્યારબાદ મોટા માથાઓના દબાણથી સીલ ખુલી જાય છે. ફેક્ટરી માલિકો તેમના જ કર્મચારીઓની જીંદગી સાતે ચેડાં કરી રહ્યાં છે. કદાચ કોઈ ફેક્ટરીમાં સીસ્ટમ લગાવવામાં આવે તો સંકટ સમયે તેને ઓપરેટ કોણ કરે ? તે યક્ષ પ્રશ્ન છે. નિયમ તરફથી કોઈ અભિપ્રાય લેવામાં આવતા નથી. મણીનગરની લીટલ ફ્લાવર હોસ્પિટલનો અનઅધિકૃત વપરાશ બંધ કરાવવાની જવાબદારી ઝોનના ડે.એસ્ટેટ ઓફીસરની છે.
પરંતુ તે તરફ સત્તાધીશો અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી. શહેરમાં લીટલ ફ્લાવર જેવા અનેક યુનિટો જીવતા જ્વાળામુખી સમાન બની રહ્યાં છે. ખાસ કરીને ઈમ્પેક્ટનો કાયદો પણ બુમરેગ સાબિત થયો છે. મ્યુનિ.એસ્ટેટ ખાતાના અધિકારીઓએ સેલર, ટેરેસ પરના દબાણને ઈમ્પેક્ટ અંતર્ગત મંજૂરી ફાયર સીસ્ટમ લગાવ્યા બાદ જે તે બિલ્ડીંગમાં કામ કરતા કે વસવાટ કરનાર વ્યક્તિએ તાલીમ લેવાની જરૂર છે. પરંતુ ફેક્ટરી અને હોસ્પિટલ માલિકો આ મામલે પણ નિષ્ક્રિય સાબિત થયા છે. ગેરકાયદેસર બિલ્ડિંગમાં ફાયર એનઓસી આપવા સામે કાગારોળ મચાવવામાં આવે છે.
પરંતુ ગેરકાયદેસર બિલ્ડીંગનો કોમર્શીયલ વપરાશ કોની રહેમ નજરે થઈ રહ્યો છે ? જે તે બિલ્ડિંગના બાંધકામ સમયે જ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તે માટે એસ્ટેટ વિભાગ દ્વારા ફાયર ખાતાનો અભિપ્રાય લેવામાં આવે તે જરૂરી છે. પરંતુ એસ્ટેટ ખાતા આપી છે. આ પ્રકારના બિલ્ડીંગો તમામ રીતે ભયજનક સાબિત થઈ રહ્યા છે. બાપુનગરના શ્યામ શિખર બિલ્ડીંગમાં દુકાનો અને તેના સેલરને રાજકીય દલાલ હેઠળ મંજૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તેવી જ રીતે મણીનગર વિસ્તારની ડીવાઈન બર્ડસ અને કુમકુમ વિદ્યાલય તથા શિવાલીક એપાર્ટમેન્ટના ટેરેસ પરના દબાણ દૂર કરવાના બદલે ગુડા એક્ટ અંતર્ગત મંજૂર કર્યા છે આ ઈમારતોમાં આગ કે અન્ય દુર્ઘટના બને તો તેના માટે જવાબદારી કોની ?