શહેરમાં કોરોના કાળ વચ્ચે ચાર જુદી જુદી આત્મહત્યાની ઘટના બની
અમદાવાદ: શહેરના વિવિધ વિસ્તારોમાં બે યુવતી સહીત કુલ ચારે અલગ અલગ કારણસર આત્મહત્યા કરી લીધી હતી. સાબરમતી સહજ સેન્ચુરીમાં રહેતી નિરાલી પટેલે તેમના પિતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જુહાપુરાના ન્યુ સહારા ફ્લેટમાં રહેતા ફિરદોશબાનું અંસારીએ ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
નરોડા જીઆઇડીસીમાં ગ્રેજ્યુએટ પીકર્સની ચાલી માં રહેતા મયુર પંચાલે પોતાના ઘરમાં પંખા ના હુકમ સાડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મા હત્યા કરી હતી.ઓઢવ માં તિરગરવાસ ભુપેન્દ્રભાઈ તીરગરે બીમારી થી કંટાળી ને પોતાના ઘરમાં ૧૬ એપ્રિલે ઝેરી દવા પી લીધી હતી .હોસ્પિટલ માં સારવાર દરમિયાન ૧૮ એપ્રિલે મોત નીપજ્યું હતું આ બનાવો સંધર્ભે પોલીસે અકસ્માત નો ગુનો નોંધ્યો હતો અને આ અંગે તપાસ શરૂ કરી છે.