શહેરમાં ઘરફોડ ચોરીના ચાર બનાવોમાં આશરે સાત લાખ રૂપિયાની મત્તાની ચોરી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો રોજેરોજ સામે આવી રહયા છે. પોલીસના સઘન પ્રયત્નો છતાં ચોરોને કાબુમાં રાખવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે ત્યારે સેટેલાઈટ, સરખેજ, શહેરકોટડા અને નરોડા પોલીસ સ્ટેશ આશરે સાત લાખ રૂપિયા જેટલી ઘરફોડ ચોરીની ચાર ફરીયાદો નોંધાઈ છે.
આંબાવાડી, આઝાદ એપાર્ટમેન્ટની નજીક આવેલા સુરજ એપાર્ટમેન્ટમાં રહેતા જયદ્રથસિંહ ચંપાવત શુક્રવારે સવારે પરીવાર સાથે ઘાટલોડીયા પોતાના મિત્રને ત્યાં ગયા હતા જયાંથી મોડી રાત્રે પરત ફરતા તેમના ઘરે ચોરી થયાની જાણ થઈ હતી આ અંગે દાગીના તથા રોકડ સહીત કુલ રૂપિયા ૧.૯૩ લાખની મત્તાની ચોરીની ફરીયાદ તેમણે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
સરખેજમાં રેહાન રેસીડેન્સી ખાતે રહેતા સત્તાવન વર્ષીય બિસ્મીલ્લાખાન પઠાણની પૌત્રીનો જન્મ દિવસ હોઈ તે શુક્રવારે પરીવાર સાથે બહાર ગયા હતા અને રાત્રે ૧૧ વાગ્યે ઘરે પહોચતા દરવાજાના તાળા તુટેલા જાેયા હતા તપાસ કરતા ચોરો ૩૮ હજારની રોકડ સહીત કુલ ૧.૭૩ લાખની મત્તા ચોરી કર્યાનો ખ્યાલ આવતા સરખેજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી.
સૈજપુર બોઘામાં આવેલા પરમેશ્વરનગરમાં રહેતા સુમનબેન રાઠોડે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે પતિ કામસર રાજસ્થાન ગયા હતા અને પોતે પરિવાર સાથે ઉપરના માળે સુતા હતા એ સમયે ગુરૂવારે મોડી રાત્રે તસ્કરો તેમના ઘરની તિજાેરીમાંથી રૂપિયા ૧.૮૦ લાખની મત્તા ચોરી ગયા હતા.
જયારે થલતેજમાં રહેતા સમીરભાઈ પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ર૩ થી ૩૧ ઓગસ્ટની વચ્ચે તેમની નરોડા જીઆઈડીસી ખાતે આવેલી માસ્કોટ વાલ્વ નામની કંપનીમાંથી અજાણ્યા શખ્સો વાલ્વ બનાવવાનો ૧ લાખથી વધુનો સામાન ચોરી ગયા હતા સીસીટીવી તપાસ કરતા તેમાં ચોરી કરનાર વિરેન્દ્ર રાજપુત ઉર્ફે ભેરીયો, બિજલ ઠાકોર અને દશરથ ઉર્ફે દસો ઠાકોર જણાઈ આવ્યા હતા.
ગીતામંદીરથી સરકારી વકીલની બેગ ચોરાઈ
નફીસાબાનું જેથરા (૩૪) સુરેન્દ્રનગરમાં મદદનીશ સરકારી વકીલ તરીકે ફરજ બજાવે છે શુક્રવારે સાંજે તે મોડાસા જવા માટે બસની રાહ જાેતા હતા બાદમાં બસમાં ટીકીટ લેવા માટે તપાસ કરતા પર્સ ચોરી થયેલું જણાયું હતું જેમાં રપ હજારની રોકડ તથા અન્ય દસ્તાવેજાે હતા તેમણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરીયાદ નોંધાવી છે.