શહેરમાં ઘરફોડ ચોરી કરતી ટોળકી સક્રિય
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક-ર માં વધુ છુટછાટો મળતા તસ્કરો અને લુંટારુઓને મોકળુ મેદાન મળી ગયુ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે જાકે પોલીસતંત્ર દ્વારા તસ્કરો અને લુંટારુઓની ટોળકીઓને ઝડપી લેવા માટે શહેરભરમાં વ્યાપક પ્રમાણમાં તપાસ શરૂ કરી પોલીસના એલર્ટ વચ્ચે પણ શહેરમાં જુદા જુદા ત્રણ વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવો બન્યા છે જેમાં ગોમતીપુર વિસ્તારમાં બંધ મકાનના દરવાજાનું તાળુ તોડી તસ્કરો રૂ.૪.૭૦ લાખની રોકડ તથા કિંમતી દસ્તાવેજા ચોરી કરી પલાયન થઈ ગયા છે આ ઉપરાંત અન્ય બે વિસ્તારોમાં પણ ઘરફોડ ચોરીની ફરિયાદો નોંધાઈ છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં સરકારી દવાખાનાની પાછળના ભાગે આવેલી નુરભાઈ ધોબીની ચાલીમાં રહેતા ફરમાન ઉલ્લા બે દિવસ પહેલા રાત્રિના સમયે ઘરને તાળુ મારીને બહાર ગયા હતા સવારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરના દરવાજાનું તાળુ તુટેલી હાલતમાં જાવા મળ્યુ હતું જેના પરિણામે તેઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક ઘરમાં તપાસ કરતા માલસામાન વેરવિખેર જાવા મળ્યો હતો આ અંગે તાત્કાલીક પોલીસને જાણ કરવામાં આવતા ગોમતીપુર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
તપાસ કરતા ઘરમાંથી તસ્કરો રૂ.૪.૭૦ લાખ રોકડા તથા કેટલાક કિંમતી દસ્તાવેજા ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે ફરમાન ઉલ્લાએ ફરિયાદ નોંધાવતા ગોમતીપુર પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી છે. ઘરફોડ ચોરીનો અન્ય એક બનાવ રામોલ જનતાનગરમાં જૈન દેરાસરની પાછળ આવેલા આયશા ડુપ્લેક્ષમાં રહેતા અસરાર પઠાણ થોડા દિવસ પહેલા કોઈ કારણોસર બહાર ગયા હતા આ દરમિયાનમાં તસ્કરોએ તેમના મકાનની પાછળ આવેલી લોખંડની જાળી ઉંચી કરી ઘરમાં પ્રવેશ્યા હતા અને તીજારીમાંથી સોનાની ચેઈન, પેંડલ સહિત કુલ રૂ.પર હજારથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા છે અસરારભાઈએ આ અંગે રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઘરફોડ ચોરીનો ત્રીજા બનાવ સરસપુર વિસ્તારમાં બન્યો છે જેમાં જાલમપુરીની ચાલીમાં રહેતા વિનોદસિંહ પરિહારના ઘરમાં રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાંથી મોબાઈલ ફોન તથા સોના- ચાંદીના દાગીના મળી કુલ રૂ.૪૩ હજારની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા આ અંગે શહેર કોટડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.