Western Times News

Gujarati News

શહેરમાં ચિકનગુનીયાના નવા ૪૧૦ કેસ નોંધાયા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના શહેર વચ્ચે દાવાના પગલે ચીકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગના કેસ પણ વધી રહયા છે. ચોમાસાની સીઝન બાદ મચ્છરોના વધી રહેલા ઉપદ્રવ અને મેલેરીયા વિભાગની નબળી કામગીરીના કારણે મચ્છરજન્ય રોગના કેસમાં વધારો થયો છે.

છેલ્લા બે મહીનામાં જ ચીકનગુનીયાના ૪૦૦ કરતા વધારે કેસ કન્ફર્મ થયા છે. જયારે કમળો, ટાઈફોઈડ અને ઝાડા ઉલ્ટી જેવા પાણીજન્ય રોગચાળામાં સ્થિતિ નિયંત્રણમાં છે.

ગત વર્ષની સરખામણીએ માત્ર ચીકનગુનિયાના કેસમાં જ ચિંતાજનક હદે વધારો થઈ રહયો છે.

શહેરમાં ચીકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ સતત વધી રહયા છે. કોરોનાના આતંક વચ્ચે સપ્ટેમ્બર અને ઓકટોબર માસમાં ચીકનગુનિયાના ૪૧૦ કેસ નોંધાયા છે.

સુત્રોએ જણાવ્યા મુજબ ર૦ર૦ના વર્ષમાં ર૪ ઓકટોબર સુધી ચીકનગુનીયાના કુલ ૪૮૧ કેસ નોંધાયા છે. જે પૈકી છેલ્લા ૪પ દિવસમાં જ ૪૧૦ કેસ કન્ફર્મ થયા છે. સપ્ટેમ્બર મહીનામાં ચીકનગુનિયાના ૧રપ કેસ નોંધાયા હતા.

જેની સામે ઓકટોબર મહીનામાં છેલ્લી પરિસ્થિતિ મુજબ ર૮પ કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી ઓગસ્ટ મહીના સુધી ચીકનગુીયાના માત્ર ૭૧ કેસ જ નોંધાયા હતા જે પૈકી ઓગસ્ટ મહીનામાં ર૦ કેસ કન્ફર્મ થયા હતા.

શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી ચીકનગુનીયાના મોટી સંખ્યામાં કેસ બહાર આવી રહયા છે. ર૦૧૯ના વર્ષમાં જાન્યુઆરીથી ડીસેમ્બર મહીના સુધીમાં ચીકનગુનીયાના કુલ ૧૮૩ કેસ જ નોંધાયા હતા. આમ ગત્‌ વર્ષની સરખામણીએ ચીકનગુનીયાના કેસમાં અંદાજે ર૬૦ ટકા વધારો થયો છે.

શહેરમાં ચીકનગુનીયાની સાથે સાથે ડેન્ગ્યુના કેસ પણ વધી રહયા છે. ચાલુ વરસે ડેન્ગ્યુના કુલ ૩૩પ કેસ નોંધાયા છે. જે પૈકી છેલ્લા ૪પ દિવસમાં જ ૧૩૦ કેસ નોંધાયા છે.

જયારે જાન્યુઆરીથી માર્ચ મહીના સુધી ૧૩૮ કેસ કન્ફર્મ થયા હતા. ર૦૧૯ની સરખામણીએ ર૦ર૦માં ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થયો છે. ગત્‌ વરસે ડેન્ગ્યુના ૪પ૪૭ કેસ નોંધાયા હતા જયારે ઓકટોબર- ર૦૧૯ સુધી ૩૩૦૦ કેસ નોધાયા હતા. સામાન્ય રીતે સપ્ટેમ્બરથી ડીસેમ્બર સુધીના સમયગાળા દરમ્યાન ડેન્ગ્યુના કેસમાં વધારો જાેવા મળે છે.

ર૦ર૦માં સાદા મેલેરીયાના માત્ર પ૩૮ અને ઝેરી મેલેરીયાના ૪પ કેસ નોંધાયા હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહયો છે. સાદા મેલેરીયાના પ૩૮ કેસ પૈકી ૩૩૭ કેસ છેલ્લા અઢી મહીનામાં જ નોંધાયા છે. ચોમાસાની સીઝન બાદ મેલેરીયા વિભાગની નબળી કામગીરીના કારણે છેલ્લા ત્રણ માસમાં મચ્છરજન્ય રોગચાળો વકીર રહયો છે.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થઈ રહયો છે. જયારે પાણીજન્ય રોગચાળામાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. ચાલુ વરસે ર૪ ઓકટોબર સુધી ઝાડા ઉલ્ટીના ૧૮૮૯, કમળાના પ૯૩, કોલેરાના શૂન્ય તેમજ ટાઈફોઈડના ૧૧૦૭ કેસ નોંધાયા છે.

મ્યુનિ. આરોગ્ય વિભાગના દાવા મુજબ ર૦ર૦માં ચીકનગુનિયા સિવાય તમામ પરંપરાગત રોગચાળાના કેસમાં ઘટાડો થયો છે

જાન્યુઆરીથી ર૪ ઓકટોબર સુધી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કુલ ૪૯૯૪ કેસ નોંધાયા છે. જેની સામે ર૦૧૯માં આ જ સમયગાળા દરમ્યાન મચ્છરજન્ય રોગચાળાના જ સાત હજાર કરતા વધારે કેસ નોંધાયા હતા.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા અને સીનીયર કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ મેલેરીયા વિભાગ દ્વારા દર વરસે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં અસરકારક પરીણામ મળતા નથી.

શહેરમાં છેલ્લા બે મહીનામાં ચીકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ વધ્યા છે. જે ખાતાની નિષ્ક્રિયતા સાબિત કરી રહયા છે. દર વર્ષની માફક ચાલુ વરસે ફોગીંગ અને દવા છંટકાવ પુરતા પ્રમાણમાં થયા નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.