શહેરમાં ચીલઝડપ અને નજર ચૂકવી ચોરીનાં બનાવો
ત્રણ બનાવોમાં રૂપિયા સાડા ચાર લાખની મત્તાની ચોરી
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોરી અને તસ્કરીનાં બનાવો ભયજનક હદે વધ્યાં છે. શહેરનાં મોટાભાગનાં વિસ્તારોને ધમરોળતાં તસ્કરો તફડંચી, ચીલઝડપ અને નજર ચૂકવીને ચોરી કરવાની ઘટનાઓને બેધડક અંજામ આપી રહ્યાં છે. ત્યારે પોલીસ ફક્તને ફક્ત પેટ્રોલિંગનાં નામે કાર્યવાહી કરવાનો સંતોષ માનીને બેસી ગઈ હોય તેમ લાગે છે. આ સ્થિતિમાં શહેરનાં બે વિસ્તારમાં ચીલઝડપ અને નજર ચૂકવીને ચોરી કર્યાનાં બનાવો બન્યાં છે.
નરોડા સ્વામીનારાયણ મંદિર સામે આવેલાં કલગી પાર્કમાં રહેતાં જયેશભાઈ દરજીનું બેંક ખાતં પાર્વતી જાદવ હોસ્પિટલની સામે આવેલું છે તેમનાં સંબંધીનાં લગ્ન હોય જયેશભાઈ પોતાનાં બેંકનાં લોકરમાંથી દાગીનાં કાઢ્યા હતા અને પ્રસંગ પુરો થતાં એક થેલીમાં તમામ દાગીના મૂકી તેને બાઈકનાં હુકમાં ભરાવી હતી. અને ગઈકાલે બપોરનાં સુમારે પરત લોકરમાં મુકવા નીકળ્યા હતા.
જાકે બેંક નજીક પહોંચીને બાઈકનાં હુકમાં જાતાં રૂપિયા બે લાખ વીસ હજારનાં કિંમતનાં દાગીનાં ભરેલી થેલી કોઈ ઈસમો કાઢી ગયા હતાં. બીજા બનાવ માધવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ફરીયાદ રોહીતભાઈ નર (નારણપુરા) સુમેલ-૬માં એક દુકાનમાં નોકરી કરે છે. ગઇકાલે સાંજે સાડા ચાર વાગ્યે તે સીજીરોડ પરની આંગડીયા પેઢીમાંથી એક લાખ રૂપિયા લઈ દુકાને પરત આવ્યા હતાં.
રોહીતભાઈ પાર્કીગ આગળ પહોંચ્યા ત્યારે એક શખ્સે પોલીસ કમિશનર ક્ચેરીનો રસ્તો પૂછ્યો હતો. અને રોહીતભાઈને વાતોમાં રાખ્યા હતાં. દરમિયાન તેનાં સાગરીતે એકટીવાની ડેકીમાંથી એક લાખની રોકડ કાઢી લેતાં બંને ખ્સો બાક પર ભાગી ગયા હતા.
જ્યારે એલીસબ્રીજ નજીક બનેલાં ઓવરબ્રીજ ઉપર ચીલઝડપની ઘટના બની હતી. જેમાં ગોધરામાં રહેતાં દિશીતાબેન સોની રીક્ષામાં બેસી ગીતામંદિરથી શિવરંજની જવા નીકળ્યા હતાં. દરમિયાન એલીસબ્રીજ નજીક ઓવરબ્રીજ પર આવેલાં બીઆરટીએસનાં બસ પાસે પહોંચતા મોટરસાયકલ પર આવેલાં શખ્સો તેમનાં ખોળામાં મૂકેલું પર્સ ખેંચીને ફરાર થઈ ગયા હતાં. આ પર્સમાં રૂપિયા સવા લાખની રોકડ, એક મોબાઈલ ફોન તથા અન્ય અગત્યનાં દસ્તાવેજા પણ રાખેલ હતાં.
અમદાવાદ શહેરમાં ચીલઝડપની વધતી ઘટનાઓથી પોલીસતંત્ર સતર્ક બનેલુ છે ખાસ કરીને મોબાઈલ ફોન ચીલઝડપ તથા ચોરી કરતી ગેંગ ઉપર વોચ રાખવામાં આવી હતી કારંજ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી વિશાલ બહાદુરને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. મુળ નેપાળનો આ શખ્સ છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં ચોરી અને લુંટની ઘટનાઓને અંજામ આપતો હતો. પ્રાથમિક પુછપરછમાં જ સંખ્યાબંધ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.