Western Times News

Gujarati News

અમદાવાદમાં જુગારના અડ્ડાઓ પર વ્યાપક દરોડા

 

વાસણા અને કૃષ્ણનગરમાંથી જુગાર રમતા શખ્સો ઝડપાયા હોટલો, ફાર્મ હાઉસો અને ગેસ્ટ હાઉસોમાં વ્યાપક તપાસ : બે દિવસમાં ૧૦૦ જેટલા શખ્સોની કરાયેલી ધરપકડ

(પ્રતિનિધિ) અમદાવાદ : જન્માષ્ટમીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે શહેર સહિત રાજયભરમાં જુગારની હાટડીઓ શરૂ થઈ ગઈ છે. શહેરમાંથી દારૂ અને જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર સતર્ક બનેલુ છે આંતકી હુમલાની દહેશત વચ્ચે શહેરમાં ઠેરઠેર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આ પરિસ્થિતિ વચ્ચે શહેરના છેવાડાના વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસો, કલબો શહેરના વિસ્તારમાં આવેલી હોટલો સહિતના સ્થળો પર છેલ્લા ત્રણ દિવસથી સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે જેમાં સંખ્યાબંધ સ્થળોએથી જુગાર રમતા શખ્સોને ઝડપી લેવાયા છે. ગઈકાલે શહેરમાં ઠેરઠેર દરોડા પાડવામાં આવ્યા હતા.

જેમાં વાસણા અને કષ્ણનગરમાંથી જુગાર રમતા કેટલાક શખ્સોને રંગેહાથ ઝડપી લેવાયા છે પોલીસની સઘન કામગીરીથી શહેરને અડીને આવેલા ગામોમાં જુગારના અડ્ડા શરૂ થઈ ગયા છે જેના પગલે જિલ્લા પોલીસ પણ સતર્ક બનેલી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરમાં શ્રાવણિયા જુગારની મોસમ ફુલબહારમાં ખીલેલી છે શહેરમાં ઠેરઠેર જુગારના અડ્ડા શરૂ થઈ જતા પોલીસતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે જાકે છેલ્લા કેટલાક મહિનાથી શહેરમાં ચાલતા દારૂ જુગારના અડ્ડા પર સઘન દરોડા પાડવામાં આવતા મોટા અડ્ડાઓ બંધ થઈ ગયા છે પરંતુ જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા જ રાજયભરમાં જુગારના અડ્ડાઓ પુનઃ ધમધમતા થઈ ગયા છે.

ચાર દિવસ પહેલા શહેર પોલીસતંત્ર દ્વારા શહેરમાં વ્યાપક તપાસ શરૂ કરવાનો નિર્ણય લેવાયો અને આ નિર્ણય મુજબ શહેરમાં રવિવારથી જુગારના અડ્ડાઓ ઉપર દરોડા પાડવામાં આવી રહયા છે. રવિવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી જુગાર રમતા પપ થી વધુ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે.

શહેર પોલીસતંત્ર દ્વારા સતત બીજા દિવસે પણ વ્યાપક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને શહેરના છેવાડાના વિસ્તારોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કેટલાક શખ્સો પોતાના ઘરમાં જ જુગારનો અડ્ડો શરૂ કરી રહયા છે જેના પગલે પોલીસતંત્રએ રહેણાંક વિસ્તારમાં પણ તપાસ શરૂ કરી દીધી છે.

હોટલો અને ગેસ્ટહાઉસમાં વ્યાપક ચેકિંગના પગલે હવે પોલીસ ઘરોમાં પણ દરોડા પાડી રહી છે. ગઈકાલે શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં એક ઘરમાં રેડ પાડવામાં આવી હતી. જીવરાજ પાર્કના રવિનગરમાં મકાન નં.૭પ ની અંદર શંકાસ્પદ વ્યક્તિઅો સતત અવરજવર જાવા મળતી હતી. આ અંગે વાસણા પોલીસને માહિતી મળતા જ ગઈકાલ સાંજથી જ આ સ્થળની આસપાસ વોચ ગોઠવવામાં આવી હતી.

રાત્રે ૧ર.૪પ વાગ્યે આ મકાનમાં રેડ પાડતા જ અંદરનું દ્રશ્ય જાઈ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં. ઘરની અંદર નવ જેટલા શખ્સો જુગાર રમતા જાવા મળ્યા હતા પોલીસને જાઈ આ શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તમામને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા અને સ્થળ પરથી અંદાજે રૂ.૧ લાખની રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

શહેરના કષ્ણનગર વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી કષ્ણનગર વિસ્તારમાં આવેલા ગણેશ ચોકમાં છેલ્લા બે ત્રણ દિવસથી શંકાસ્પદ શખ્સોની અવરજવર જાવા મળી હતી અને આ અંગે કષ્ણનગર પોલીસને બાતમી મળતા ગઈકાલ બપોર બાદ આ સ્થળે વોચ ગોઠવવામાં આવી હતી વોચ બાદ રાત્રિના સમયે કષ્ણનગર પોલીસની એક ટીમે દરોડો પાડતાં જુગાર રમતા ૬ જેટલા શખ્સોએ નાસભાગ કરી મુકી હતી પરંતુ પોલીસે કૃણાલ સહિત તમામની ધરપકડ કરી રોકડ રકમ ઉપરાંત અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે.

વાસણા, કષ્ણનગર ઉપરાંત શહેરના મોટાભાગના વિસ્તારોમાં પોલીસ વોચ રાખીને બેઠી છે આ ઉપરાંત ગઈકાલ રાત્રે શહેરભરની હોટલોમાં પણ તપાસ કરવામાં આવી હતી.

શહેરમાં છેલ્લા બે દિવસથી જુગારના અડ્ડાઓ ઉપર પાડવામાં આવેલા વ્યાપક દરોડાથી હવે જુગારીઓ અમદાવાદને અડીને આવેલા ગામોમાં જઈ જુગાર રમી રહયા છે આ બાતમીના આધારે અમદાવાદ શહેર પોલીસે જિલ્લા પોલીસવડાને પણ જાણ કરી હોવાથી જિલ્લાભરની પોલીસ સતત અમદાવાદના છેવાડાના ગામોમાં તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.