અમદાવાદમાં ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસ, તમામ એજન્સીની કવાયત
અમદાવાદ, છેલ્લા ઘણા સમયથી શહેરમાં પોશ વિસ્તારો અને જયાં યુવાઓની અવરજવર બેઠક વધુ હોય છે. તેવા સ્થાન પર ડ્રગ્સનું દૂષણ વધી રહયું છે. છેલ્લાં બે મહિનામાં માત્ર અમદાવાદમાંથી નાના મોટા મળીને પ૦ ડ્રગ પેડલર ઝડપાયા હતા. છે. આ દુષણને ડામવા પોલીસ દ્વારા ખાસ કવાયત કરવામાં આવી રહી છે.
શહેર પોલીસ અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઉપરાંત તમામ એજન્સીઓ કામે લાગી ગઈ છે. એસ.જી.હાઈવે હેબતપુર રોડ, સિંધુભવન રોડ, બોપલ તથા ડ્રગ્સનું એપી સેન્ટર ગણાતા કારંજ પટવાશેરી પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે.
પોલીસ જેટલા લોકોને જુદા જુદા કેસમાં ઝડપ્યા છે તે તમામ કેસના મુળ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. પટવા શેરીના ચોકકસ તત્વો દ્વારા જ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતો હોવાથી આવા તત્વોને પોલીસે ઝડપી લીધો છે. દરિયા કિનારેથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી લેવામાં આવતા ડ્રગ્સ સપ્લાયરોની સિન્ડીકેટ ધીરે ધીરે તૂટી રહી છે.
બોપલમાં તો અધતન સલુન ચલાવતા યુવક દ્વારા ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી હતી. આ યુવકને ઝડપી લઈ તેમની પુછપરછ કરતાં તેમની પાસેથી ડ્રગ્સ ખરીદનાર નબીરાના નામ ખુલ્યા હતા. તમામ નબીરાના વાલીઓને બોલાવીને પોલીસે આ દુષણથી દુર રહેવા માટેની તાકીદ કરી છે. પોલીસે ભૂતકાળમાં ડ્રગ્સ સાથે પકડાયેલા તમામ લોકોની યાદી બનાવી છે અને તેઓ હાલ શું કરે છે તેની તમામ વિગતો એકત્રીત કરવામાં આવી રહી છે.