શહેરમાં તબીબો હડતાલ પર
પશ્ચિમ બંગાળમાં તબીબો પર થયેલા હુમલાના વિરોધમાં દેશવ્યાપી હડતાલના
|
(પ્રતિનિધિ) અમદાવાદ : પશ્ચિમ બંગાળમાં તબીબ ઉપર કરાયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડયા છે અને દર્દીઓની સારવાર કરતા તબીબોના રક્ષણ માટે યોગ્ય પગલાં ભરવાના બદલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આપેલા વિવાદાસ્પદ નિવેદનથી મામલો વધુ ઉગ્ર બન્યો છે જાકે ગઈકાલે મુખ્યમંત્રીએ બંગાળના હડતાલ પર ઉતરેલા ડોકટરો સાથે ચર્ચા કરવાની તૈયારી બતાવી હતી પરંતુ તબીબોએ શરતો સાથે ચર્ચા કરવાની તૈયારી બતાવતા મામલો ગુંચવાયો છે.
બીજીબાજુ ડોકટરો પર ગુજારાયેલા અત્યાચારના વિરોધમાં આજે દેશવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે જેના પગલે અમદાવાદ શહેરમાં આજે સવારથી જ તબીબો હડતાલ પર ઉતરી ગયા છે અને ઠેરઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહયા છે. ડોકટરોની હડતાલથી દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતમાં તબીબોને હડતાલ પર નહી જવા સરકારે વિનંતી કરી હતી પરંતુ દેશવ્યાપી એલાનમાં ગુજરાતના તબીબો પણ જાડાતા આરોગ્ય સેવા ખોરવાઈ ગઈ છે.
જાકે તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવા ચાલુ છે પરંતુ ડોકટરોની હડતાલથી અન્ય દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ રહયા છે.
આ અંગેની વિગત એવી છે કે બંગાળમાં થોડા દિવસ પહેલા તબીબ પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો જેના પગલે તબીબોમાં ભારે રોષ ફેલાયો હતો.
આ ઘટનાના પ્રત્યાઘાત સૌ પ્રથમ સમગ્ર બંગાળમાં પડયા હતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વિવાદાસ્પદ નિવેદન કરતાં જ તબીબોમાં વધુ રોષ ફેલાયો હતો જેના પગલે ડોકટરો હડતાલ પાડવા મક્કમ બન્યા હતા અને રાજયવ્યાપી હડતાલ પાડવામાં આવી છે તેમ છતાં મમતા બેનરજીએ માફી માંગવાનો ઈન્કાર કરી દેતા દેશભરના ડોકટરો પશ્ચિમ બંગાળના ડોકટરોની તરફેણમાં આગળ આવ્યા છે.
પરિણામે તબીબોના જુદા જુદા એસોસીએશનો દ્વારા છેલ્લા બે દિવસથી આ ઘટનાને વખોડી કાઢી ભાવિ કાર્યક્રમો ઘડી કાઢવા માટે બેઠકો યોજાતી હતી જેમાં આજે તા.૧૭મીના સોમવારના રોજ દેશવ્યાપી હડતાલ પાડવાનો નિર્ણય લેવાયો હતો નિર્ણય અનુસાર દેશભરમાં આજે સવારથી જ તબીબો હડતાલ પર ઉતરી ગયા છે અમદાવાદ શહેરમાં પણ આજે સવારથી જ તબીબો હડતાલ પર ઉતરી જતાં હોસ્પિટલોમાં આરોગ્ય સેવા ખોરવાઈ છે.
તબીબોએ આપેલા દેશવ્યાપી હડતાલના એલાનને ગુજરાતના તબીબોએ ટેકો જાહેર કર્યો હતો અને તે મુજબ આજે સવારથી અમદાવાદ શહેરમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે અને ઠેરઠેર હાથમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહયા છે અમદાવાદ શહેરમાં પણ તબીબો પર હુમલાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે
પરંતુ પશ્ચિમ બંગાળમાં તબીબો પર થયેલી હુમલાની ઘટનાથી દેશભરના તબીબો હવે મેદાનમાં આવી ગયા છે અને અમદાવાદના ડોકટરોએ તેને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે આ પરિÂસ્થતિમાં અમદાવાદ શહેરની કેટલીક હોસ્પિટલોમાં આરોગ્ય સેવા ખોરવાઈ હતી જાકે તબીબોએ હડતાલ દરમિયાન તમામ હોસ્પિટલોમાંમાં ઈમરજન્સી સેવા ચાલુ રહેશે તેવુ જણાવ્યું હતું અને તે મુજબ મોટાભાગની હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવા ચાલુ રહેતા નાગરિકોએ હાશકારો અનુભવ્યો છે જાકે સામાન્ય દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ રહયા છે.
તબીબોના હડતાલના એલાનના પગલે સરકારી અને મ્યુનિ.તંત્રો સફાળા જાગ્યા છે અને હડતાલમાં દર્દીઓને સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા ગઈકાલ સાંજથી જ ગોઠવી દીધી છે આ માટે અન્ય તબીબોની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે.