અમદાવાદમાં ત્રણ ચોમાસા દરમ્યાન ૧૬૮પ ઝાડ પડયા
આડેધડ થતા ખોદકામના કારણે ઝાડ તૂટી પડવાની સંખ્યામાં વધારો થયો |
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદમાં હરીચાળી ક્રાંતિ લાવવા માટે દસ કરતા વધુ વૃક્ષ માત્ર ચાર મહીનામાં જ લગાવવામાં આવ્યા છે. તેના ઉછેર જતનની જવાબદારી વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓને સોપવામાં આવી છે. તેમ છતાં દર વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં ઝાડ કપાય છે. તેમજ ચોમાસાની સીઝનમાં ઝાડ પડી જાય છે. મ્યુનિ. કમીશ્નર દ્વારા વિવિધ પ્રોજેકટો દર વર્ષે સરેરાશ બે હજાર ઝાડ કાપવાની મંજૂરી આપવામાં આવે છે.
જયારે ચોમાસામાં સરેરાશ પ૦૦ જેટલા ઝાડ પડી જાય છે. ચાલુ વર્ષે ઝાડ પડવાની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થયો છે. તથા શહેરીજનોએ શીતલછાંયો આપતા વડીલ સમાન ઝાડ ગુમાવ્યા છે. જેની ખોટ દસ લાખ રોપા પણ પુરી કરી શકે તેમ નથી !
મ્યુનિ.કોર્પોરેશનના શાસકો અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતા અને અણઆવડતના પરીણામે શહેરીજનો માટે ચોમાસાની સીઝન અત્યંત પીડાદાયક રહે છે. ચોમાસામાં ભુવા પડવા, રોડ તૂટવા, રોગચાળો વગેરે પ્રક્રિયા લગભગ કાયમી થઈ ગઈ છે. સાથે-સાથે ઝાડ પણ મોટી સંખ્યામાં પડી રહયા છે. શહેરમાં છેલ્લા ત્રણ ચોમાસામાં લગભગ ૧૭૦૦ જેટલા નાના-મોટા વૃક્ષો ધરાશયી થયા છે. ચાલુ વર્ષે ચોમાસામાં ૬ર૬ વૃક્ષ તૂટયા છે. જેમાં ૩૦ સપ્ટેમ્બર અને ૧ નવેમ્બરે જ ૧૩૦ જેટલા વૃક્ષ તૂટયા હતા.
ઉલ્લેખનીય બાબત એ છે કે ર૦૧૭-ર૦૧૮ અને ર૦૧૯ ના વર્ષ દરમ્યાન સૌથી વધુ ઝાડ મધ્યઝોનમાં ધરાશયી થયા છે. ત્યારબાદ નવા પશ્ચિમઝોન અને પશ્ચિમઝોનનો નંબર આવે છે. ચોમાસામાં ઝાડ પડી જવા માટેનું મુખ્ય કારણ ખોદકામ છે. મધ્યઝોનમાં મોટાપાયે બાંધકામો થાય છે. તદ્દઉપરાંત અંડરગ્રાઉન્ડ યુનીલીટી માટે પણ ખાનગી કંપનીઓ અને મનપા દ્વારા ખોદકામ થાય છે.
જેના કારણે ઝાડ ના મુળ નબળા પડે છે. તથા વરસાદ અને પવનમાં ઝાડ પડી જાય છે. મ્યુનિ. કમીશ્નર તથા ઝોનના ઉચ્ચ અધિકારીઓ આ બાબતને નજર અંદાજ કરી રહયા છે. જેના માઠા પરીણામ ચોમાસામાં જાવા મળે છે. ચાલુ વર્ષે ઝાડ પડવાની સંખ્યામાં થયેલ વધારા માટે “મીલીયન ટ્રીઝ” પ્રોજેકટ ને પણ જવાબદાર માનવામાં આવી રહયો છે.
મ્યુનિ. કમીશ્નરે ચોમાસા પહેલા સદ્દર પ્રોજેકટની જાહેરાત કરી હતી તથા પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના સ્ટાફને પ્રોજેકટની વિવિધ જવાબદારીઓ સોપી હતી જેના પરિણામે, સમયસર અને પુરતા પ્રમાણમાં ટ્રીમીંગ થઈ શકયા ન હતા. તેવી ચર્ચા પણ ચાલી રહી છે !
મ્યુનિ.પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના આંતરિક સુત્રોએ જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ ચોમાસામાં ૧૬૮પ ઝાડ પડી ગયા છે. ર૦૧૭-માં પ૦૯,ર૦૧૮ માં પપ૦ તથા ર૦૧૯-માં ૬ર૬ નાના-મોટા ઝાડ ધરાશયી થયા છે. મધ્યઝોનમાં ત્રણ વર્ષ દરમ્યાન ૪૮પ ઝાડ તૂટયા છે.
તમામ ઝોન કરતા સૌથી વધુ છે. મધ્યઝોનમાં ર૦૧૭ ના વર્ષમાં ર૦પ,ર૦૧૮માં ૧૪૭ અનેર૦૧૯-માં ૧૩૩ ઝાડ તૂટી ગયા છે.જેની સામે સૌથી ઓછા રોપા પણ મધ્યઝોનમાં લગાવવામાં આવે છે. મધ્યઝોનમાં ખુલ્લી જગ્યાનો અભાવ હોવાથી ઓછા રોપા લાગે છે.
ચોમાસાની સીઝનમાં જે ઝાડ પડી જાય છે. તેમાં ૪૦થી પ૦ વર્ષની ઉંમરના ઝાડની ટકાવારી ઓછી હોય છે. જે વૃક્ષના મુળ નબળા પડી જાય છે. તેનું આમુલ્ય ઓછું થાય છે. નવા પશ્ચિમ ઝોનમાં પણ મોટા પાયે બાંધકામ ચાલી રહયા છે. નવા ડેવલપ થતા વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ યુટીલીટી માટે પણ ખોદકામ કરવામાં આવે છે. જેના કારણે મધ્યઝોન પછી નવા પશ્ચિમઝોનનો નંબર આવે છે.
નવા પશ્ચિમઝોન ના (ઉત્તર અને દક્ષિણ ઝોન)માં ત્રણ વર્ષ દરમ્યાન ૪૧૧ ઝાડ તૂટયા છે. જે પૈકી ઉત્તર પશ્ચિમઝોનમાં જ ૩પ૭ નાના-મોટા વૃક્ષ ધરાશયી થયા છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.