Western Times News

Gujarati News

શહેરમાં દાયકાઓ જુની ગટર લાઇન બદલવા માટે સેક્ટરોમાં સર્વે હાથ ધરાયો

Files Photo

ગાંધીનગર: સ્માર્ટ સીટી અન્વયે શહેરમાં પાણી ગટર સુવિધાને હાઇફાઇ બનાવવા માટે તંત્રએ આયોજન કર્યુ છે. શહેરમાં ૨૪ કલાક પાણી સપ્લાય કરવા માટે પણ કાર્યયોજના તૈયાર કરી દેવાઇ છે. જ્યારે સેક્ટરોમાં દાયકાઓ જુની ગટર લાઇન બદલવા માટે પણ હાલ સર્વે હાથ ધરાયો છે. જેના અંતે સેક્ટરોમાં જુની લાઇન બદલી નવી લાઇન નાંખવામાં આવશે. ઉભરાતી ગટરની સમસ્યા પણ હલ થશે.

ગાંધીનગરમાં દાયકાઓ જુની પાણી ગટર લાઇનની વ્યવસ્થાને અપગ્રેડ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. સાડા ચાર દાયકા જુની પાણીની લાઇન તેમજ ગટર લાઇન પણ સેક્ટરની વધતી વસતી અને વિકાસ મુજબ પર્યાપ્ત નથી જેના લીધે સેક્ટરોમાં રોજબરોજ ગટરો ઉભરાવાની સમસ્યા પણ પેચીદી બની છે.

બીજી તરફ પાણીની પોકાર પણ સેક્ટરોમાં સામાન્ય બની છે. આવા સંજાગોમાં શહેરમાં ૨૪ કલાક પાણી સપ્લાય કરવા માટે પણ પ્લાન તૈયાર કરી દેવાયો છે જ્યારે સેક્ટરોમાં ગટરોનું દુષિત પાણી ફરી વળતુ અટકાવવા માટે પણ તંત્રએ કાર્યયોજના તૈયાર કરવાની દીશામાં ગતિવિધિઓ હાથ ધરી છે. સ્માર્ટ સીટી અન્વયે શહેરમાં ગટર લાઇન બદલવા માટે આયોજન કરવામં આવી રહ્યું છે.

શહેરના સેક્ટરોની મુખ્ય ગટરલાઇન અને જરૂરી આંતરિક લાઇનો પણ બદલવા માટે કામગીરી હાથ ધરાશે જેના લીધે સેક્ટરોમાં ગટર લાઇનની ફરિયાદો હલ થશે વર્ષોના અંતે આ કામગીરી હાથ ધરવા માટે હાલ શહેરમાં આ અન્વયે સર્વે હાથ ધરાયો છે. સેક્ટરોમાં પથરાયેલી ગટર લાઇનને બદલવા તેમજ અપગ્રેડ કરવા અભ્યાસના અંતે આખરી આયોજન કરાશે આ કામગીરી ટાટા કન્સલટન્સીને સોંપવામાં આવી છે. સર્વેના અંતે ગટરલાઇનનો પ્રોજેક્ટ આખરી થશે. જ્યારે આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત રૂ.૨૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.