Western Times News

Gujarati News

શહેરમાં દિવાળી બાદ રૂા.૧૭૦ કરોડના ખર્ચથી ૨૩૦ રોડ રીસરફેસ થયા

प्रतिकात्मक

ગત વર્ષની સરખામણીએ ૨૫ ટકા કામ વધુ કરવામાં આવ્યં

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટણી આવી રહી હોવાથી શહેર વધુ એક વખત “સ્માર્ટ” બની રહ્યું છે. ચોમાસાની સીઝન દરમ્યાન તૂટી ગયેલા રોડ-રસ્તા ઝડપથી રીપેર થઈ રહ્યા છે. તેમજ માત્ર સાડા ત્રણ મહિનામાં રોડ-રસ્તા રીસરફેસ માટે રૂા.૧૭૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. દિવાળી સમયથી બીટયુમીનની અછત થી હતી તેમ છતાં રોડ પ્રોજેક્ટ વિભાગ ખૂબ જ ઝડપથી ખાડા અને રીપેરીંગના કામ પૂર્ણ કર્યા છે.

મ્યુનિ.રોડ પ્રોજેક્ટ વિભાગના એડીશનલ ઈજનેર હિતેશભાઈ કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ ચોમાસાની સીઝન દરમ્યાન તૂટી ગયા હોય તેમજ અંડરગ્રાઉન્ડ યુટીલીટી માટે ખોદવામાં આવ્યા હોય તેવા રાડે ઝડપભેર રીસરફેસ થઈ રહ્યા છે. તદુપરાંત કેટલાંક વિસ્તારોમાં નવા રાડે પણ બની રહ્યાં છે. મ્યુનિ.કોર્પાેરેશને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ૩૫ હજાર કરતા વધુ ખાડા પૂર્યા હતા. ત્યારબાદ બીટયુમીનની અછત થઈ હતી તેમ છતાં શક્ય તેટલી ઝડપથી રોડ રીસરફેસના કામ પૂર્ણ થઈ રહ્યાં છે. શહેરમાં ૧લી ઓક્ટોબર ૨૦૨૦થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૧ સુધી ૩૧૧૯૨૧ મે.ટન માલનો વપરાશ કર્યા છે. ગત વરસે આ જ સમયગાળા દરમ્યાન ૨૫૨૯૩૮ મે.ટન માલનો વપરાશ થયો હતો. આમ, લોકડાઉન, કોરોના તેમજ ડામરની અછત જેવા વિપરીત સંજાેગો વચ્ચે ગત વર્ષ કરતા લગભગ ૨૬ ટકા વધુ કામ કરવામાં આવ્યું છે. મ્યુનિ.કોર્પાેરેશનના ઉત્તર ઝોનમાં ૧૯, દક્ષિણ ઝોનમાં ૨૨, ઉ.પશ્ચિમ ઝોનમાં ૧૯, દક્ષિણ ઝોનમાં ૨૨, ઉ.પશ્ચિમ ઝોનમાં ૩૬, પૂર્વ ઝોનમાં ૮૨, મધ્ય ઝોનમાં ૦૫ તેમજ રાડે પ્રોજેક્ટ દ્વારા ૨૨ મળી કુલ ૨૩૦ રોડના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના માટે ઉત્તરઝોનમાં રૂા.૧૨.૮૦ કરોડ, દક્ષિણ ઝોનમાં રૂા.૬.૯૦ કરોડ, ઉ.પ.ઝોનમાં રૂા.૩૧.૬૭ કરોડ, દ.પ.ઝોનમાં રૂા.૧.૮૦ કરોડ, પશ્ચિમ ઝોનમાં રૂા.૨૨ કરોડ, મધ્ય ઝોનમાં રૂા.૧.૭૦ કરોડ તથા રોડ પ્રોજેક્ટ વિભાગમાં રૂા.૮૧.૨૫ કરોડનો ખર્ચ થયો છે.

શહેરમાં રોડ રીસરફેસની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે દૈનીક ધોરણે ૧૧ પ્લાન્ટ, ૨૦ પેવર મશીન અને ૧૦૦ જેટલા ડમ્પરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે સરેરાશ દૈનીક ૨૫૦થી ૩૦૦ મે.ટન ડામરનો વપરાશ થાય છે. જ્યારે પાંચ હજારથી આઠ હજાર મે.ટન હોટમીક્ષ માલનો ઉપયોગ કરવામાં આવે છે. રોડ રીસરફેસની કામગીરી કરતા પહેલા જે તે રોડના ટ્રાફિક સરવે તેમજ હયાત રોડની જરૂરીયાત મુજબના ટેસ્ટ કરવામાં આવે છે. તથા તેના આધારે ડીઝાઈન તૈયાર કરી રોડ બનાવવામાં આવે છે. રોડના લેવલ એકસમાન રહે તે માટે જરૂરીયાત મુજબ ૫૦ એમએમથી ૧૦૦ એમએમ જેટલા રોડ મીલીંગ કરવામાં આવે છે. જે વિસ્તારોમાં ડામરના રસ્તાઓ ભારે વરસાદ તેમજ ડ્રેનેજ સમસ્યાના કારણે તૂટી ગયા હોય તે વિસ્તારમાં રીજીડ પેવેમેન્ટ ટેકનોલોજીથી કામ કરવામાં આવી રહ્યા છે.

મ્યુનિ.કોર્પાેરેશને દિવાળી બાદ પૂર્વઝોનમાં ગંગોત્રી સર્કલથી સૂર્યવાડી થઈ મનમોહન ચાર રસ્તા સુધી તથા શ્રી રામ ચોકથી દેવસ્ય વિલા થઈ રોયલ વિલા બંગલો સુધી રૂા.૨૪.૪૦ કરોડના ખર્ચી પી.ક્યુ.સી.રોડ કર્યા છે. જ્યારે ઓઢવ વોર્ડમાં ૨૦૦ ફૂટ રીંગરોડથી કઠવાડા તરફ જતા સ્ટેટ હાઈવે સુધીનો પી.ક્યુ.સી. રૂા.૯.૯૦ કરોડના ખર્ચથી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં નવયુગ જંક્શનથી અરીહંતનગર થઈ જાેગણી માતા મંદિર સુધી રૂા.૯.૫૦ કરોડના ખર્ચથી પી.ક્યુ.સી.રાડ ડેવલપ થી રહ્યો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.