શહેરમાં ધ્વની પ્રદુષણ રોકવા નોઈઝ ક્ંટ્રોલ મશીનો મુકવામાં આવશે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વાયુ પ્રદુષણ જેટલું આરોગ્ય માટે જાખમકારક છે એટલું જ અવાજ પ્રદુષણ પણ જાખમકારક હોવાનો અહેવાલ છે. દેશના બધા જ શહેરોમાં આજે અવાજ પ્રદુષણ ખુબ જ વધી રહ્યુ છે. ખાસ કરીને ચારરસ્તાઓ પર તથા રેડસિગ્નલ બાદ ગ્રીન સિગ્નલ થાય ત્યારે વાહનચાલકોને વાહનના હોર્ન વગાડી વધુ અવાજ કરતા હોય છે.
વધતા જતાં અવાજ પ્રદુષણને રોકવા, મુંબઈએ પહેલ કરી હોવાનું જાણવા મળે છે. મુંબઈમાં મોટાભાગના ચારરસ્તાઓ ઉપર ધ્વની પ્રદુષણ રોકવા ેનોઈસ કટ્રોલ મશીનો મુકવામાં આવ્યા છે. આ મશીનો વાહનના હોર્નની કેટલી માત્રામાં અવાજ પ્રદુષણ ફેલાવે છે તે રેકર્ડ કરશે. જેટલું વધુ હોર્ન વગાડવામાં આવશે એટલી વધુ વાર વાહનચાલકે રોકાવું પડશે. તથા દંડની પણ જાગવાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં પણ વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. અને ટ્રાફિક જામની સમસ્યા, ખાસ કરીને ચારરસ્તાઓ પર વધુ હોય છે.
ટ્રાફિક જામને કારણે વાહનચાલકો જારશોરથી હોર્ન વગાડી ધ્વનિ પ્રદુષણ ફેલાવતા હોય છે. વધતા જતાં ધ્વનિ પ્રદુષણને રોકવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ મુંબઈની માફક અમદાવાદમાં ચારરસ્તાઓ પર ‘નોઈસ કંટ્રોલ મશીનો મુકાવા વિચારણા કરી રહી હોવાનું જાણવા મળે છે. આ માટે અભ્યાસ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ટીમ મુંબઈ જનાર છે.