શહેરમાં પાણીજન્ય રોગના કેસોમાં વધારો, ઝાડા-ઉલટીનાં ૧૧૩ તો ટાઈફોઈડનાં ૩૪ કેસ
અમદાવાદ, ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે. તો બીજી તરફ મેગા સીટી અમદાવામાં પણ આકરી ગરમી પડી રહી છે. ત્યારે આ ભયાનક ગરમી વચ્ચે પાણીજન્ય રોગોથી શહેરની હોસ્પિટલો ઉભરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પ્રદૂષિત પાણીની વધતી જતી ફરિયાદોની સાથે શહેરમાં જુનના પહેલા ચાર દિવસમાં ઝાડા -ઉલટીનાં ૧૧૩ કેસ અને ટાઈફોઈડનાં ૩૪ કેસ નોંધાવા પામ્યા હતા.
ચાર દિવસમાં પાણીનાં ૪૭૦ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી અપાયા છે.શહેરમાં ચાર જુન સુધીમાં ઝાડા ઉલટીનાં ૧૧૩ કેસ અને ટાઈફોઈડના ૩૪ કેસ નોંધાયા હતા.આ વર્ષે જાન્યુઆરીથી ચાર જુન સુધીમાં ઝાડા ઉલટીનાં ૨૩૮૦ અને ટાઈફોઈડના ૬૮૭ કેસ નોંધાવા પામ્યા હતા.ચાર જુન સુધીમાં કમળાના ૩૨ કેસ નોંધાયા હતા.જાન્યુઆરથી ચાર જુન સુધીમાં ૬૭૨ કેસ નોંધાયા હતા.આ વર્ષે જાન્યુઆરીથી ચાર જુન સુધીમાં કોલેરાના કુલ સાત કેસ નોંધાયા હતા.
મચ્છરજન્ય રોગમાં ચાર જુન સુધીમાં મેલેરિયાના ૧૬ કેસ,ડેન્ગ્યૂના ચાર અને ચિકનગુનિયાનો એક કેસ નોંધાવા પામ્યો છે.આ વર્ષે જાન્યુઆરીથી ચાર જુન સુધીમાં મેલેરિયાના કુલ ૧૯૬ કેસ, ઝેરી મેલેરિયાના કુલ નવ કેસ ઉપરાંત ડેન્ગ્યૂના ૬૧ કેસ જયારે ચિકનગુનિયાના કુલ ૧૧૯ કેસ નોંધાવા પામ્યા છે.જુન મહિનામાં રેસીડેન્શિયલ કલોરીન ટેસ્ટ માટે પાણીનાં ૨૬૩૧ સેમ્પલ લેવામાં આવ્યા છે.બેકટેરીયોલોજીકલ ટેસ્ટ માટે પાણીનાં ૪૭૦ સેમ્પલ લેવાયા છે.આ વર્ષે જાન્યુઆરીથી ચાર જુન સુધીમાં પાણીના કુલ ૧૪૯ સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે.HS3KP