Western Times News

Gujarati News

શહેરમાં પોલીસ જ અસુરક્ષિતઃ સોલામાં એ.એસ.આઈ.ના ઘરમાં તસ્કરો ત્રાટક્યા

સોના ચાદીના દાગીના અને રોકડ સહીત તિજારી સાફ કરી તસ્કરો ફરાર
અમદાવાદ 03062019: બે દિવસ અગાઉ હઠીસિહની વાડી નજીકથી અકે પીએસઆઈ પત્નીના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ થઈ હતી ચૌકાવનારી બાબત એ છે કે ચીલ ઝડપ વખતે પીએસઆઈ પોતે એકટીવા ચલાવી રહ્યા હતા અને પત્ની પાછળ બેઠા હતા આ ઘટના હજુ તાજુ જ છે ત્યા જ સોલા વિસ્તારમાં સંબંધીના ઘરે ગયેલા એક એએસઆઈ ઘરમા ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા અને બેડરૂમમાંથી સોના ચાદીના દાગીના ભગવાનના આભુષણો અને કેટલાક સિક્કા ઉપરાંત રોકડ રકમની ચોરી કરી હતી મોડી સાંજે ઘરે પરત ફરેલા એએસઆઈ આ અંગેની જાણ થઈ હતી. એએસઆઈ ચંદ્રાવલી ગણપતસિહ ગઢવી ઉ ૨૬ બી ટાઈપ સોલા સરકારી વસાહત સોલાલ સિવિલની બાજુમાં રહે છે અને ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

બે દિવસ અગાઉ ચંદ્રાવલી બપોરની બાર વાગ્યાની આસપાસ ઘરને તાળુ મારી પરીવાર સાથે વ†ાલ ખાતે પોતાના સંબંધીને ત્યા ગયા હતા જ્યાથી સાંજે સાત વાગ્યાના સુમારે પરત ફર્યા હતા ત્યારે ઘરના મુખ્ય દરવાજાને સ્ટોપર મારેલી હતી તેમણે જતી વખતે તાળુ મારેલુ હોવાથી શંકા જતા ઘરમાં તપાસ કરતા પુરા ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો અને બેડરૂમમાં આવેલી લોખંડની તિજારીનુ લોક તોડીને તેમાંથી સોના ચાદીની ચેઈન બુટી સેટ સિક્કા, તથા રોકડ લાખ બેતાવીલ હજારની ચોરી થયેલી જણાવી હતી આ અંગે તરંત જ તેમણે સોલા પોલીસમાં ફરીયાદ નોધાવી છે. બીજી તરફ બે દિવસ ગાળામાં બે પોલીસ કર્મચારીઓ ઉપર તસ્કરો ત્રાટકતા શહેરીજનો મા પણ ચર્ચાઓ શરૂ થઈ છે જા પોલીસ ખાતાનુ રક્ષણ જ ન કરી શકતી હોય તો સામાન્ય લોકોનુ રક્ષણ કઈ રીતે કરી શકશે ? ઉપરાંત પોલીસનો હવે ગુનેગારોને કોઈ કોફ નથી એવુ પણ કેટલાંક લોકો કહેતા જાવા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.