શહેરમાં બેવડી-ઋતુ મચ્છરજન્યના રોગોમાં વધારો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: હવામાનમાં આવેલા પલટાના કારણે નગરજનો બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. સવારે ફૂંકાતા ઠંડા પવનને કારણે લોકો ઠુંઠવાતા જાવા મળે છે. પરંતુ બપોર થતાં જ ગરમીનો અહેસાસ અનુભવે છે રાત પડતા જ ઠંડા પવનની શરૂઆત. આમ, બે ઋુને કારણે શરદી કફ-ઉધરસ તથા વાયરલના કેસો પણ વધ્યા છે.
ગળામાં બળવાની અને સોજા આવવાના અને ઉધરસના કેસો મોટી સંખ્યામાં જાવા મળે છે. મેલેરીયા-મચ્છરજન્ય કેસો વધવાને કારણે હોસ્પીટલમાંતેમજ ખાનગી હોસ્પીટલમાં દર્દીઓ ભરેલા જાવા મળે છે. શહેરમાં મચ્છરોના ત્રાસને કારણે ઘેર ઘેર મેલેરીયા, ટાઈફોઈડના કેસો જાવા મળે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફોગ મશીન દ્વારા દવા છંટાતી નહીં હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.
અમદાવાદ શહેરમાં હાલ ઉનાળાની શરૂઆત થઈ રહી છે જેના કારણે દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહયો છે પરંતુ રાત્રિ દરમિયાન હજુ પણ ઠંડો પવન ફુંકાતા બેવડી ઋતુ જાવા મળી રહી છે આરોગ્ય માટે આ સિઝન ખૂબ જ હાનિકારક છે આ ઋતુમાં સૌથી વધુ રોગચાળો ફેલાતો હોય છે
ખાસ કરીને શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે સાથે સાથે પીવાના ગંદા પાણીના કારણે પણ રોગચાળો ફેલાઈ રહયો છે હાલમાં શહેરમાં શરદી અને વાયરલ ઈન્ફેકશનના સંખ્યાબંધ કેસો નોંધાયા છે અને દવાખાનાઓમાં દર્દીઓનો ભારે ધસારો જાવા મળી રહયો છે.