Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં ભાગીદારીના ભુવાઃ ૮ વર્ષમાં ૫૦૦ ભુવા પડયા

File Photo

સરેરાશ અડધા ઈચ વરસાદમાં એક ભુવોઃ  સ્માર્ટ સીટી માટે શરમજનક બાબતઃ શહેર સ્માર્ટ સીટી બનશે તો ડીઝીટલ ભુવા પડશે તેવા થઈ રહેલ કટાક્ષ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદને “ભુવાનગરી” તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસા ની સીઝન દરમ્યાન એક ઈંચ કરતા પણ ઓછા વરસાદમાં રોડ તૂટી જાય છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવતા રોડ “અલ્પઆયુ” પણ હોય છે. ૨૦૧૭ની સાલમાં તૂટેલા રોડ માડ બે વર્ષે રીસરફેસ થયા છે

પરતુ ગુણવત્તા જળવાતી ન હોવાથી ચાલુ વર્ષે તેમાં પણ ભુવા પડી રહ્યા છે. સ્માર્ટસીટી અમદાવાદમાં નવા રોડ તૂટવાની અને “ભુવા” પડવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરમાં સરેરાશ અડધા ઈચ વરસાદમાં એક ભુવો પડે છે. મ્યુનિ અધિકારીઓ, ચૂંટાયેલી પાંખ અને કોન્ટ્રાકટરોના મેળાપીપણાથી હલકી ગુણવત્તાવાળા રોડ તૈયાર થાય છે. જેના કારણે શહેરની સડકો પર ભુવાને “ભાગીદારીના ભુવા” પણ કહેવામાં આવે છે. શહેરમાં છેલ્લા આઠ વર્ષે દરમ્યાન ૪૫૦ કરતા વધુ ભુવા પડયા છે.

અમદાવાદ મનપાના રોડ-ચક્ર” ને “જીવન-ચક્ર” સાથે પણ સરખાવવામાં આવે છે. જેમાં રોડ બનાવવાની અને તૂટવાની પ્રક્રિયા નિરંતર (સતત) ચાલતી રહે છે. સ્માર્ટસીટી અમદાવાદ સંપૂર્ણપણે ડીઝીટલ થશે કેમ ન ભાવિના ગર્ભમાં છ. પરંતુ અમદાવાદ સ્માર્ટસીટી બનશે તો તેની સડકો પર “ડીઝીટલ ભુવા” પણ પડશે તેવા કટાક્ષ પણ થઈ રહયા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વરસે રૂા.૪૦૦ કરોડના ખર્ચથી નવા રોડ બનાવવામાં આવે છે. તથા તેના રીપેરીંગ માટે વધુ રૂા.ર૦૦ થી ૩૦૦ કરોડ નો ખર્ચ થાય છે. મ્યુનિ.રોડ કામના કોન્ટ્રાકટરો, રાજકીય રોડ કોન્ટ્રાકટરો અને અધિકારીઓની ભાગીદારીનો ભોગ નાગરીકો બની રહયા છે.

અમદાવાદ શહેરમાં માત્ર અડધા ઈંચ વરસાદમાં જ રોડ નો મેકઅપ ઉતરી જાય છે. તથા તમામ રોડ “ડીસ્કો-રોડ” બની જાય છે. ડ્રેનેજ, ટેલિફોન, પાણીની લાઈનો માટે ખોદવામા આવેલા રોડના યોગ્ય પૂરાણ અને વોટરીંગ થતા નથી જેના કારણે સામાન્ય વરસાદમાં જ રોડ પર ભુવા પડવાની શરૂઆત થઈ જાય છે.  અમદાવાદ શહેરમાં સરેરાશ બાર મી.મી. વરસાદમાં એક ભુવો પડે છે. શહેરની સડકો પર પડતા મહાકાય ભુવાના કારણે અનેક નિર્દોષ નાગરીકો એ જીવ ગુમાવવા છે. તેમ છતાં ભ્રષ્ટતંત્ર એ લાજ-શરમ નેવે મુકી હોય તેમ રોડ કામની ગુણવત્તામાં કોઈ જ સુધારો થતો નથી.

શહેરમાં ૨૦૧૭માં થયેલા વરસાદમાં મોટાપાયે રોડના ધોવાણ થયા હતા. જેના કારણો ગુજરાત હાઈકોર્ટમાં જાહેરાતની અરજી થઈ હતી. જેના પરીણામે, સફળા થયેલા તંત્રએ વોર્ડ કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.

આ અધિકારીઓને બોગસ બીલંીગ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવ્યા બાદ તત્કાલીન કમીશ્નર ની ઈજજતનું પણ ધોવાણ થયું છે. હાઈકોર્ટના કડક વલણ બાદ એડીશનલ ઈજનેર અને ડે.ઈજનેર કક્ષાના અધિકારીઓને શો-કોઝ નોટીસ આપી હતી. મ્યુનિ. કમીશ્નરની સદર કાર્યવાહીના કારણે અધિકારીઓને તો કોઈ જ નુકશાન થયું નથી. તથા મ્યુ કમિશનરે ઈજનેર વિભાગના અધિકારીઓ સામે તપાસ કરવાને બદલે શિરપાવ રૂપે પ્રમોશન આપ્યા છે તથા તપાસની ફાઈલો અભરાઈએ મુકવામાં આવી છે તેની સજા નાગરીકો હજી સુધી ભોગવી રહયા છે.

મ્યુનિ. શાસકો અને અધિકારીઓએ ફરીથી કરોડો રૂપિયાના ખર્ચથી રોડ રીસરફેસ કર્યા પરંતુ સામાન્ય વરસાદમાં રોડ-રસ્તા પરથી બિસ્માર બની ગયા છે. અને શહેરમાં વધુ નવા ૨૬ ભુવા પડી ગયા છે ! સ્માર્ટસીટી અમદાવાદમાં ભુવા પડવા તે સામાન્ય બાબત બની ગઈ છે. ચોમાસા સિવાય પણ “લીવેબલ સીટી” માં ભુવા પડતા જ હોય છે.

જેના માટે મ્યુનિ. અધિકારીઓ, રાજકારણીઓ અને કોન્ટ્રાકટરોની સાંઠગાંઠને જવાબદાર માનવામાંભચ આવે છે. રોડના કામોમાં હલકી ગુણવત્તાવાળા માલસામાન નો વપરાશ થાય છે. તથા “ભાગીદારીનો ધંધો” હોવાથી સુપરવિઝન થતા નથી. જેના ફળ સ્વરૂપે સડકો પર “મહાકાય” અને “જીવલેણ” ભુવા પડી જાય છે. લગભગ નવ વર્ષ પહેલા પુષ્પકુંજ રોડ પર લાલબસ ભુવામાં પડી જતા બચી ગઈ હતી જ્યારે ગત વર્ષે વેજલપુર વિસ્તારમા પણ વિશાળ ભૂવો પડ્યો હતો જેનું સમારકામ થયા બાદ ફરીથી તેજ સ્થળે ભુવો પડયો હતો તે પ્રકારના જ ભુવા ચાલુ વરસે પણ પડી રહયા છે.

ચોકાવનારી બાબત એ છે કે પ્રતિ કિ.મી. રૂા.આઠ કરોડના ખર્ચથી તૈયાર થયેલ જનમાર્ગના કોરીડોરમાં પણ નિયમીત ભુવા પડી રહયા છે. અમદાવાદ શહેરમાં ર૦૧૩ થી ર૦૨૦ (૧૫ જુલાઈ સુધી) ૪૦૦નાના-મોટા ભુવા પડી ગયા છે. જેના રીપેરીગ માટે કરોડો રૂપિયા ખર્ચ થયા છે. ૨૦૧૭માં ભુવાના સમારકામ માટે રૂ પાંચ કરોડ – ૨૦૧૮માં રૂ એક કરોડ તથા ૨૦૧૯માં રૂા.ત્રણ કરોડનો ખર્ચ થયો હતો.

આમ સરેરાશ એક ભુવાના રીપેરીગ માટે પાંચ થી સાત લાખનો ખર્ચ થઈ રહ્યો છે ૨૦૧૭માં મોટી સંખ્યામા રોડ ધોવાયા હતા જેની સાથે ભુવા પડવામાં પણ નવો વિક્રમ બન્યો હતો તેમ છતા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રક્ટર સામે તંત્રએ ઘૂટણીયા હોવાની ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહ્યા છે શહેરના પોશ અને મહાનુભાવોના રહેણાંક વાળા પશ્ચિમઝોન અને નવા પશ્ચિમઝોનમાં સૌથી વધુ ભુવા પડયા છે.

કોર્પોરેશનની હદમાં ર૦૦૭ના વર્ષમાં ભેળવાયેલ નવા પશ્ચિમઝોન અને પશ્ચિમ ઝોનમાં રોડ-રસ્તા માટે અબજાે રૂપિયા ખર્ચ થયા છે. ર૦૧૩થી -ર૦૨૦ સુધીના સમયગાળા દરમ્યાન મેયર પણ આ બંને ઝોનનું પ્રતિનિધિત્વ કરી રહયા છે.

તેમ છતાં પશ્ચિમ અને નવા પશ્ચિમઝોનમાં રોડના કામો નિયત ગુણવત્તા મુજબ થતા નથી ! તે બાબત ને આશ્ચર્યજનક માનવામાં આવે છે. જ્યારે વિજિલન્સ તપાસ ચાલતી હોવા છતાં પ્રમોશન મળ્યું છે તેવા સીટી ઈજનેર કોરોનાની જેમ ભુવાના આંકડા પણ છુપાવવા પ્રયાસ કરી રહ્યા છે. તથા ભુવાને બ્રેકડાઉની સેટલમેન્ટના નામ આપી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.