Western Times News

Gujarati News

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાથી કોર્પોરેશનના સત્તાધીશો સફાળા જાગ્યા

શહેરને મેલેરીયા મુક્ત બનાવવા માટેનું આયોજનઃ જવાબદારો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય

અમદાવાદ : હાલમાં મોન્સુન સિઝન દરમ્યાન શહેરમાં મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકન ગુનિયાના કેસો નિયંત્રણ તથા અટકાવવાના ભાગરુપે આજ તા.૨૩-૮-૧૯ના રોજ શહેરના પ્રથમ નાગરીક માન.મેયર બિજલબેન પટેલ તથા મ્યુનિ.કમિશ્નર વિજય નેહરાના અધ્યક્ષસ્થાને રીવરફ્રન્ટ હાઉસ ખાતે રીવ્યું મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

સદર રીવ્યું મીટીંગમાં તમામ પદાધિકારીઓ તથા ડે.મ્યુનિ. કમિશ્નરો અને હેલ્થ તથા હોસ્પિટલ વિભાગના અધિકારીઓ હાજર રહેલ. સદર રીવ્યુ મીટીંગમાં મચ્છરજન્ય રોગોને નિયંત્રણ તથા અટકાવવા અંગે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવેલ. જેની વિગતો નીચે મુજબ છે.

મેલેરીયા વર્કરો મારફતે ઘરે ઘરે જઇને ડેન્ગ્યુથી બચવા મચ્છરના બ્રીડીંગનો નાસ કરવા તથા સઘન જન જાગૃતિ કેળવવી. સ્કુલોમાં પણ અવેરનેશ પ્રોગ્રામ હાથ ધરી મચ્છરોનું જીવનચક્ર વિષે બાળકોને સમજણ આપવી. દરેક ઘરમાંથી મચ્છર તથા મચ્છર ઉત્પત્તિ સ્થાન ન રહે તેની તકેદારી રાખવા માટે પ્રત્યેક નાગરીકનો સહયોગ કેળવવો.

મચ્છરોના નાશ કરવા માટે વર્ષાેથી ચાલતી ફોગીંગ પ્રક્રિયા ઉપરાંત અન્ય વધુ સક્ષમ અને સારા વિકલ્પો વિચારવા તથા નવી ટેકનોલોજીના મશીનો વસાવવા. શહેરમાં વિવિધ સ્થળોએ આવેલ બંધ મકાનોમાં મચ્છરનું બ્રિડીંગ મોટા પ્રમાણમાં જાવા મળતું હોઈ છે. જેથી બંધ મકાનોની જગ્યાએ ફોગીંગ તથા નવી ટેકનોલોજીના મશીનો વસાવવા. શહેરમાં વિવિધ સ્થળોએ આવેલ બંધ મકાનોમાં મચ્છરનું બ્રીંડીગ મોટા પ્રમાણમાં જાવા મળતું હોઈ છે. જેથી બંધ મકાનોની જગ્યાએ ફોગીંગ તથા એન્ટી લાર્વલ કામગીરી કરાવવી તેમજ જાહેર નોટીસ ઈસ્યુ કરવા. શહેરમાં કાર્યરત હોસ્પિટલો હોÂસ્પટલો ખાતે મેલેરીયાની પુરતી સારવારની સુવિધા ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું.

આ હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ રોગ અટકાવતી કામગીરી બાબાતે માન.મેયર, કમિશ્નર તથા અન્ય પદાધિકારીઓ દ્વારા ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવેલ અને કામગીરી બાબતે સંતોષ વ્યક્ત કરેલ. તેમજ આગામી સમય ૨૦૨૨ સુધીમાં શહેરમાં મેલેરીયા નાબુદી અભિયાન અંતર્ગત નીચે મુજબની કામગીરી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવા જણાવવામાં આવેલ છે.

મેટ્રો, રેલવે, ઈ.એસ.આઈ.હોસ્પિટલો, એજ્યુકેશન સંસ્થાઓ વિગેરે એકમો સાથે સંકલન કરી મચ્છરના બ્રિડીંગ ન થાય તથા જરુરી આઈ.ઈ.સી.એક્ટીવીટ કરવા. પ્રાઈવેટ પ્રિમાઈસીસ-સરકારી પ્રિમાઈસીસોમાં મચ્છરોનું બ્રિડીંગ ન થાય તે માટે જવાબદારી નક્કી કરવા અને તેનો ભંગ થાય તો જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરનાં પગલાં ભરવાની કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.