શહેરમાં રાબેતા મુજબ તમામ બસો શરૂ કરાશે
અમદાવાદ, અમદાવાદમાં આવતીકાલથી રાબેતા મુજબ તમાત એએમટીએસ અને બીઆરટીએસ બંને સેવા પહેલાની જેમ શરૂ થશે. અત્યાર સુધી પૂર્વની બસો પશ્ચિમમાં ન જતી હોવાથી મુસાફરોને હાલાકી પડતી હતી. રિવરફ્રન્ટ ખાતે મળેલી બેઠકમા બસો પૂર્વથી પશ્ચિમ દોડવાનો ર્નિણય કરાયો છે. રાજ્ય સરકારના દિશા નિર્દેશો પ્રમાણે અમદાવાદમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય અમદાવાદના તમામ વિસ્તારોમાં આ બસો દોડતી થઈ જશે. જો કે, આ બસોમાં પણ ૫૦ ટકા કેપીસિટી સાથે પરિવહન કરવાનું રહેશે. કોરોના મહામારીમાં અમદાવાદની એએમટીએસ અને બીઆરટીએસ બસ અટકી પડી હતી.
અનલોકમાં અનેક રુટની બસ સર્વિસ ખુલ્લી કરાઈ હતી. પરંતુ માત્ર ૫૦ ટકા બસો જ દોડાવવામાં આવતી હતી. પરંતુ અનલોક ૪માં બસ સેવા પહેલાની જેમ કાર્યરત કરવાનો ર્નિણય લેવાયો છે. આવતીકાલથી ગુરુવારથી અમદાવાદભરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસો દોડશે. આવતીકાલે અમદાવાદમાં સવારે ૬થી રાતે ૧૧ વાગ્યા સુધી ૧૪૯ રૂટ પર ૭૦૦ બસો દોડશે. તેમજ બીઆરટીએસના ૧૩ રૂટ પર ૨૨૨ બસો દોડતી થઈ જશે. પરંતુ આ માટે કેટલાક નિયમોનો અમલ કરવાનો રહેશે. કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈને સેનેટાઈઝેશન સુધીની તમામ કાળજી રાખવામાં આવશે.SSS