શહેરમાં વધતા કોરોના કેસને લીધે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી
અમદાવાદ, જેમ જેમ અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનના કેસ વધી રહ્યા છે તેમ તેમ આરોગ્ય તંત્ર તો ચિંતિત બની રહ્યું છે. તેની સાથે શાળાએ જતા વિધાર્થીઓ અને તેના વાલીઓની પણ ચિંતા વધી રહી છે. હાલમાં કોરોનાના કેસમાં વધારો થતાં શાળામાં ફરી એકવાર વિધાર્થીઓની સંખ્યા ઘટી રહી છે.
શાળામાં વિધાર્થીઓની સંખ્યામાં ૩૫થી ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. જેની સામે હવે શાળાઓએ વિધાર્થીઓનો અભ્યાસ ન બગડે માટે ઓનલાઇન અભ્યાસની સાથે ઓડ ઇવન પદ્ધતિ લાગુ કરી દીધી છે. કોરોનાના કારણે સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્ર પર પડી છે. દોઢ વર્ષથી વધુ સમય માટે શાળાઓ બંધ રહેતા ઓનલાઇન એજ્યુકેશનનો વિકલ્પ ખુલ્યો હોવા છતાં વિધાર્થીમાં ઓનલાઇન અભ્યાસની કોઈ ખાસ અસર ન થઈ.
જાેકે કોરોનાના કેસ ઘટતા ફરી શાળાઓમાં ઓફલાઇન વર્ગો તબક્કાવાર શરૂ થયા. પણ હાલ ફરી કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેને લઈ વાલીઓ ફરી ચિંતામાં છે કે, ફરી ક્યાંક શાળાઓ બંધ ન થઈ જાય. જાેકે, શાળાના સંચાલકો પણ આ બાબતે ચિંતિત બન્યા છે. કારણ કે, કોરોનાના વધતા કેસના કારણે શાળાઓમાં ૩૫થી૪૦ ટકા હાજરીમાં ઘટાડો નોંધાયો છે.
રાણીપની ગીતા સ્કૂલના પ્રિન્સિપાલ પ્રવીણભાઈ જણાવે છે કે, વિધાર્થીઓનો અભ્યાસ ન બગડે માટે ઓનલાઇન એજ્યુકેશન તો ચાલુ જ છે પણ સાથે વાલીઓને પણ ચિંતા ન રહે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે માટે ઓડ ઇવન પદ્ધતિ શરૂ કરી છે. એક ક્લાસમાં ૭૦ની સંખ્યા જેટલા વિધાર્થીઓ હોય તેને જાેતા વિધાર્થીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ સોમ, બુધ અને શુક્ર વારે બોલાવી અભ્યાસ કરાવવો.
જ્યારે વિધાર્થીનિઓને મંગળ, ગુરૂ અને શનિ એમ ત્રણ દિવસ બોલાવી અભ્યાસ કરાવવાનું આયોજન કર્યું છે. જેથી વિધાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાય અને સંક્રમણનો ડર ન રહે.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી શાળાઓમાં વિધાર્થીઓના સંક્રમણના કેસ સામે આવતા શાળાઓમાં વિધાર્થીની સંખ્યા ઘટી રહી છે. જેના પગલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પણ ઓનલાઈન શિક્ષણ ફરજીયાત ચાલુ રાખવાનો આદેશ કર્યો છે. તો બીજી બાજુ કોરોનાના કેસમાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે.SSS