અમદાવાદમાં સુપર સોનિક ગતિથી વધી રહ્યા છે કોરોનાના કેસ
અમદાવાદ, ગુરુવારે પણ રાજ્યમાં કોરોનાના નવા કેસનો રાફડો ફાટવાનું યથાવત રહ્યું હતું, જેમાં નવા ૨૪,૪૮૫ કેસ નોંધાયા હતા, સતત ત્રીજા દિવસે અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે એક્ટિવ કેસમાં અમદાવાદે મુંબઈ શહેરને પાછળ છોડી દીધું છે.
જયારે અમદાવાદમાં ૨૫ દિવસમાં નવા કેસમાં ૧૦૦ ગણો વધારો થયો છે. કોરોનાના ૧૦ લાખ કેસ પાર કરનારું ગુજરાત ભારતનું સાતમું રાજ્ય બની ગયું છે. ગુરુવારે સાંજે ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા એક લાખ થઈ ગઈ હતી, ૧૬ મે અથવા ૮ મહિના પછી પછી ફરી એકવાર એક્ટિવ કેસ એક લાખને પાર થયા છે.
બુધવારે ગુજરાત અને અમદાવાદ હાલની લહેર દરમિયાન ૨૦,૦૦૦ અને ૮,૦૦૦ કેસ પહેલીવાર નોંધાયા છે. મુંબઈમાં એક્ટિવ કેસનો આંકડો ૩૧,૮૫૬ છે જ્યારે અમદાવાદનો આંકડો ૩૧,૮૭૦ થઈ ગયો છે. ૨૦મી જાન્યુઆરીએ સવારે અમદાવાદ જિલ્લાને આખા આભારતમાં ૯મા સ્થાને રખાયો હતો.
૧૦૦૦ની વસ્તી સામે અમદાવાદમાં ૪૪ એક્ટિવ કેસ છે, જ્યારે મુંબઈમાં ૨૬ છે અને દિલ્હીમાં ૩૫ છે. આ સિવાય સુરતમાં ૧૦૦૦ની વસ્તી સામે ૫૦ એક્ટિવ કેસ છે.
આખા ભારતના આંકડા પર નજર કરીએ તો ૧૦૦૦ વ્યક્તિની સામે ૧૫ એક્ટિવ કેસ છે, આ સિવાય બેંગ્લુરુ આ આંકડો ૧૯૨, કોલકાતામાં ૯૩ અને ચેન્નાઈમાં ૮૭ પર પહોંચ્યો છે. અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશનના અધ્યક્ષ ડૉ. ભરત ગઢવી જણાવે છે કે, “અમદાવાદમાં નવા કેસમાં આવેલા ઉછાળાનું કારણ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ વેરિયન્ટ હોઈ શકે છે. અમદાવાદમાં ૮૦% કરતા વધુ પરિવારનો ઓછામાં ઓછો એક સભ્ય સંક્રમિત છે.
આ વખતોનો આંકડો પહેલી અને બીજી લહેર કરતા ઘણો વધુ છે, હજુ જાે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવે તો કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે.” તેમણે આગળ જણાવ્યું કે, “હજુ આગામી બે અઠવાડિયા પરિસ્થિતિ કપરી રહી શકે છે. આ સાથે કેટલીક મુશ્કેલીઓ પણ વધી છે.
આ બધાની વચ્ચે સૌથી સારી બાબત એ છે કે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા ઘણી જ ઓછી છે. અમદાવાદમાં ગઈકાલે સાંજે ૨૪ કલાકમાં નોંધાયેલા કેસનો આંકડો ૯,૮૩૭ પર પહોંચ્યો હતો, જે સૌથી વધુ કેસ છે. ૨૭ ડિસેમ્બરે રાજ્યમાં ૯૮ કેસ નોંધાયા હતા જે બાદ ૨૫ દિવસની અંદર નવા કેસનો આંકડો ૧૦૦ ગણો વધી ગયો છે.
બીજી લહેર દરમિયાન કોરોનાના કેસ ૫૦થી ૫૦૦૦ થતા ૬૪ દિવસનો સમય લાગ્યો હતો, જ્યારે ત્રીજી લહેર ઝડપથી પીક પર પહોંચી રહી છે. ૬૭૩ દિવસમાં ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧૦ લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધીના સૌથી ઝડપી ૬ દિવસમાં ૧ લાખ કેસ નોંધાયા છે.SSS