શહેરમાં સેમ્પલ ટેસ્ટની સંખ્યાના આંકડામાં માયાજાળ
કોરોનાની નવી ટીમે ૧૬૮૧ર ટેસ્ટ કર્યાઃ જેમાં ૧ર,પ૦૦ સુપર સ્પ્રેડરનો પણ સમાવેશ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના મામલે અલગ જ માહોલ જાવા મળી રહ્યો છે. શહેરમાં કેસ મરણ અને સેમ્પલની સંખ્યા માટે પાચમી મેને બેઝ લાઈન નક્કી કરવામાં આવી છે. આ બેઝલાઈન રાજ્ય સરકારની સુચનાથી નહીં પરંતુ રાજ્યના આઈએ એલ અધિકારીઓએ જાતે જ નક્કી કરી છે. પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર પાંચ મે બાદ ક્વોરન્ટાઈન થયા હતા તથા ત્યારબાદ તેમની બદલી થઈ છે. નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકુમાર અને કોરોના સ્પેશ્યલ ટીમે ૬ઠ્ઠી મે થી ચાર્જ સંભાળ્યો છે. તેથી તેમને કેસની વધઘટ કરતા પૂર્વ કમિશ્નરે કરેલા કામ સાથે સરખામણી કરવામાં વધારે રસ હોય એમ લાગી રહ્યુ છે.
ગત સપ્તાહ દરમ્યાન નવી ટીમ દ્વારા ડીસ્ચાર્જ દર્દીઓ માટે વિગત જાહેર કરવામાં આવી હતી જેમાં પાંચમી મે સુધીના તથા ત્યારબાદ ડીસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ પૂર્વ કમિશ્નરના કાર્યકાળ કરતા વર્તમાન ટીમે વધુ દર્દીઓને સાજા કર્યો હોવાની જાહેરાત થઈ હતી. એવી જ રીતે ર૩ તારીખે વર્તમાન ટીમ દ્વારા કોરોના ટેસ્ટના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જ્ેમાં પણ પૂર્વ કમિશ્નરના કામ સાથે સરખામણી કરવામાં આવી છે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તેમના અહંમ્ને પોષવા માટે જે રીતે આંકડા જાહેર કરે છે તેમાં સત્યતા ઓછી અને માયાજાળ વધુ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ર૩મી મે એ કોરોના સેમ્પલ ટેસ્ટ અંગેની વિગતો જાહેર કરવામાં આવી છે. અધિક સચિવ ડો.રાજીવ ગુપ્તાના જણાવ્યા અનુસાર ર૧મી મે સુધી કુલ પ૪રર૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે દસ લાખ વ્યÂક્તદીઠ ૯૪૯ર ટેસ્ટ થાય છે. જ્યારે પાંચમી મે સુધી મતલબ પૂર્વ કમિશ્નરના કાર્યકાળ સુધી દસ લાખ વ્યÂક્તએ પ૩૪૪ ટેસ્ટ થયા હતા. આમ, ટેસ્ટની સંખ્યામાં ૭૭ ટકાનો અસામાન્ય વધારો થયો છે. તેમ તેમણે જણાવ્યુ હતુ. શહેરમાં કોરોના માટે કરવામાં આવેલા ટેસ્ટની સંખ્યા જેમ જેમ વધારે થાય તેમ તેમ દસ લાખ વ્યÂક્તદીઠ ટેસ્ટની સંખ્યા પણ વધવાની છે તે સામાન્ય બાબત છે. શહેરમાં ર૧મી મે સુધી પ૪રર૦ ટેસ્ટ થયા છે. જે પૈકી પાંચમી મે સુધી ૩૭૪૦૮ ટેસ્ટ થયા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોરોના માટે ખાસ નીમવામાં આવેલી ટીમે ૧પ દિવસમાં ૧૬૮૧ર ટેસ્ટ કર્યા હોવાના દાવા કર્યા છે. જેમાં તથ્ય હોવાનું માની લઈએ તો પણ ટીમની કામગીરી નબળી સાબિત થઈ રહી છે. જેનું મુખ્ય કારણ ફરી એક વખત સુપર સ્પ્રેડર છે. ડો.રાજીવ ગુપ્તાએ ૧૪મી મે એ વિડીયો દ્વારા જાહેરાત કરી હતી કે શહેરમાં ૩૩પ૦૦ સુપર સ્પ્રેડરની ચકાસણી કરી હતી જેમાં શંકાસ્પદ ૧ર,પ૦૦ સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી ૭૦૮ પોઝીટીવ આવ્યા છે અધિક સચિવના દાવા મુજબ ગણતરી કરવામાં આવે તો નવી ટીમે બે અઠવાડીયામાં ૧૬૮૧ર ટેસ્ટ કર્યા છે જે પૈકી સુપર સ્પ્રેડરના જ ૧રપ૦૦ ટેસ્ટ કરાયા છે.
મતલબ કે કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવ્યા હોય એવી કે શંકાસ્પદ હોય એવી વ્યÂક્તઓના માત્ર ૪૩૧ર સેમ્પલ જ લેવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય સચિવે સુપર સ્પ્રેડરના ૬૭૦૯સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યુ હતુ. તેમના દાવા મુજબ ગણતરી કરીએ તો પણ ૬ઠ્ઠી મે થી ર૧મી મે સુધી નવી ટીમે ૧૦૧૦૩ સેમ્પલ જ પરીક્ષણ માટે લીધા છે. જેની દૈનિક સરેરાશ લગભગ ૭૦૦ સેમ્પલ, થાય છે. જ્યારે ડો.રાજીવ ગુપ્તાના દાવા મુજબ ગણતરી કરવામાં આવે તો સુપર સ્પ્રેડર સિવાય શંકાસ્પદ લક્ષણો લેવામાં આવ્યા કે દર્દીના સંપર્કમાં આવેલા વ્યÂક્તઓના દૈનિક ૩૦૦ જેટલા જ સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.
મ્યુનિસિપલ કોર્પોરેશનની કોરોના સ્પશ્યલ ટીમ દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ શહેરમાં બીજી એપ્રિલ સુધી પ૩૮ સેમ્પલ પરિક્ષણ માટે લેવામાં આવ્યા હતા. જ્યારે ૩ થી ૯ એપ્રિલ સુધીમાં ૩૦ર૪, ૧૦ થી ૧૬ એપ્રિલ દરમ્યાન ૭૧૧૬, ૧૭ થી ર૩ એપ્રિલના સમયગાળા સુધી ૭૬૬૯, ર૪ થી ૩૦મી એપ્રિલ સુધી ૭૬૯૭, ૧ મે થી ૭ મી મે સુધી ૭૪૪૬, ૦૮ થી ૧૪મી મે સુધીમાં ૯૪૧૦ તથા ૧પમી મે થી ર૧મી મે સુધી ૧૧૩ર૦ સેમ્પલ પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષીના જણાવ્યા અનુસાર હાલ શહેરની કુલ વસ્તી ૭૦ લાખ જેટલી છે. જેની સામે વર્તમાન કોરોના ટીમે પ૭.પ૦ લાખની વસ્તી મુજબ ગણતરી કરી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને સેમ્પની સંખ્યામાં ઘટાડો કર્યો હોવાની વારંવાર રજુઆત કોંગ્રેસ પક્ષ દ્વારા થઈ રહી છે. જેનો