શહેરમાં ૧૦૦થી વધુ બોર્ડ પરીક્ષાર્થી એવા જેમણે કોરોનામાં માતા કે પિતા ગુમાવ્યા
(એજન્સી)અમદાવાદ, ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા હાથ ધરાયેલી ધોરણ-૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષાની તૈયારી કરવાની ચિંતા વચ્ચે રાજયના અનેક વિધાર્થીઓએ કોરોનામાં પોતાની માતા કે પિતાની છત ગુમાવી છે.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં જ બોર્ડની પરીક્ષા આપી રહેલા વિધાર્થીઓ પૈકીના ૧૦૦થી વધુ વિધાર્થીઓએ કોરોનામાં પોતાના માતા કે પિતા ગુમાવ્યાં છે. આ વિધાર્થીઓ માટે વધુ મુશ્કેલી એટલા માટે કહી શકાય કે એક બાજુ કોરોનાના કારણે સ્કૂલોમાં ફિઝીકલ શિક્ષણકાર્ય થઈ શકયું નથી.
જેના કારણે બોર્ડની પરીક્ષામાં જાેઈએ તેવું શિક્ષણ મળ્યું નહી. અને બીજી તરફ કોરોનાએ માતા અથવા પિતાનો ભોગ લીધો છે. જેથી પરીક્ષાની ચિંતાની સાથે સાથે વધુ એક આઘાત સાથે બોર્ડની પરીક્ષા આપી રહયાં છે. જાેકે આ વિધાર્થીઓ મહામારીમાં આવી પડેલી મુશ્કેલી સાથે પણ બોર્ડની પરીક્ષા આપી અન્ય વિધાર્થીઓ માટે પ્રેરણાદાયી મેસેજ પુરો પાડયો છે.