શહેરમાં 700 સુપર સ્પ્રેડર કોરોના પોઝિટિવ
અમદાવાદ શહેરમાં સાત દિવસના ચુસ્ત lockdown બાદ આજ સવારથી કરીયાણા શાકભાજી તથા ફળફળાદિ દુકાનો હજી શરુ થઈ ગઈ છે તેમજ નાગરિકોને જીવન જરૂરી વસ્તુ મળતા રાહત પણ થઇ છે જયારે 700 જેટલા સુપર સ્પ્રેડર કોરોના પોઝીટીવ આવ્યા છે.
અમદાવાદ શહેરમાં કોરોના ના વધી રહેલા વ્યાપ માટે સુપર સ્પ્રેડર પણ મુખ્ય કારણ છે. શાકભાજી અને ફ્રૂટ ના વેપારીઓ, કરિયાના દુકાનો અને ડેરી પાર્લર ઘ્વારા પણ કોરોના સંક્રમણ માં વધારો થયો છે.
બહેરામપુરા ની એક જ ચાલીમાંથી શાકભાજીના વેપાર સાથે સંકળાયેલા 70 લોકો કોરોના ની ઝપટ માં આવ્યા હતા. ત્યારબાદ ચાંદખેડા માં ડેરી પાર્લર ના માલિક નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 800 લોકો ને ક્વોરેન્ટાઇ કરવામાં આવ્યા હતા. સુપર સ્પ્રેડર ના કારણે વધતા સંક્રમણ ને રોકવા માટે મનપા ઘ્વારા સાવચેતી ના પગલા લેવામાં આવ્યા છે.
અધિકસચિવ ડોક્ટર રાજીવ ગુપ્તાના જણાવ્યાનુસાર છેલ્લા સાત દિવસ દરમિયાન 33500 સુપર સ્પ્રેડર ના મિનિંગ કરવામાં આવ્યા છે જે પૈકી 12500 સુપર સ્પ્રેડર શંકાસ્પદ લાગતા કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે
જેમાંથી 700 સુપર સ્ટેટસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વેપારીઓને હેલ્થકાર્ડ આપવામાં આવ્યા છે જેને 14 દિવસે રીન્યુ કરવામાં આવશે. ખરીદી સમયે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને ગ્લોવ્ઝ નો ઉપયોગ ફરજીયાત રહેશે.
નાગરિકો ને તમામ આવશ્યક ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે પૂરતો જથ્થો સપ્લાય કરવામાં આવ્યો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.