શહેરાના ડેમલી ગામેથી જુગાર રમતાં ૪ ઇસમો મુદ્દામાલ સાથે ઝડપાયા
વડોદરા, શહેરા તાલુકાના ડેમલી ગામે તળાવની પાળે શ્રાવણીયો જુગાર રમતા ૪ જુગારીયાઓ ઝડપાયા જ્યારે રાત્રીના અંધકારનો લાભ લઈ ૫ જેટલા જુગારીયાઓ ભાગી છૂટવામાં સફળ.શહેરા પોલીસે સ્થળ પરથી અને જુગારીયાઓની અંગઝડતી કરતા અંદાઝે ૧૨ હજાર રોકડ સાથે જ ૧૧ મોટર સાઈકલ અને ચાર કારો સમેત અંદાઝે ચક્રી વાહન મળી કુલ ? ૪.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કરતા ભારે હાહાકાર પ્રસરી જવા પામ્યો હતો.
શહેરા પી.આઈ. એચ.સી. રાઠવાને ખાનગી રાહે બાતમી મળી હતી કે શહેરા તાલુકાના ડેમલી ગામમાં આવેલા તળાવની પાળે કેટલાક ઈસમો જાહેરમાં શ્રાવણીયા પાનાં પત્તાંનો હારજીતનો જુગાર રમીહ્યા છે,આથી તેઓની સૂચના આધારે પો.સ.ઈ. ડી.એમ.મછાર તેમજ પોલીસ સ્ટાફના અન્ય પોલીસ કર્મીઓ બાતમીવાળી જગ્યાએ પહોંચી ર જઈ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને ત્યારબાદ રેડ કરતા પોલીસની રેડ જાેઈ શ્રાવણીયો જુગાર રમતા ખેલૈયાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી.આ નાસભાગમાં ૪ જેટલા જુગારીયાઓ પોલીસના હાથે ચડયા હતા જ્યારે કે ૫ જેટલા જુગારીયાઓ રાત્રીના અંધકારના આશીર્વાદે ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
પોલીસે જુગારના સ્થળ પરથી અને પકડાયેલા જુગારીયાઓની અંગઝડતી કરતા અંદાઝે રોકડ ૧૨ હજાર રૂપિયા સમેત ૧૧ મોટર સાઈકલ, ચાર વૈભવી કારો અને મોબાઈલ સહિત અંદાઝે રૂ. ૪.૪૨ લાખનો મુદામાલ કબજે કર્યો હતો રેડ દરમિયાન પકડાયેલા જુગારીયાઓને તેઓના નામઠામ પૂછતાં (૧) સંતોષ અરવિંદ પટેલ (૨) સંજય પ્રભાતભાઈ પટેલ (૩) મહેન્દ્ર રંગીતભાઈ પટેલ (૪) સુનિલ દિનેશભાઈ પરમાર તમામ રહે ડેમલી તા.શહેરા હોવાનું જણાવ્યું હતું જ્યારે ભાગી છૂટેલા જુગારીયાઓના નામો પૂછતાં (૧) પ્રકાશ મહેન્દ્રભાઈ પરમાર (૨) પ્રકાશ કરશનભાઈ વણકર (૩) ગોપાલ રંગીતભાઈ પગી (૪) વિજય અદેસિંહ પટેલ તમામ રહે ડેમલી તા.શહેરા અને (૫) કમલેશ ભાઈલાલભાઈ ભોઈ રહે ભૂરાવાવ ચોકડી પાસે ગોધરા હાલ રહે ડેમલી તા.શહેરા ( તળાવ ભાડે રાખનાર ) હોવાનું જણાવ્યું હતું.શહેરા પોલીસે જુગારધારાની કલમ હેઠળ પકડાયેલા જુગારીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ભાગી છૂટેલા અન્ય જુગારીયાઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.HS