શહેરામાં આવેલા તળાવો સૂકાઈ જતા દૂધાળા પશુઓની હાલત ભારે કફોડી
આગ ઓકતી કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે શહેરા તાલુકામાં આવેલા કેટલાક તળાવો સૂકાઈ જતા દૂધાળા પશુઓની હાલત ભારે કફોડી બની
શહેરા તાલૂકાના લાભી ગામના આવેલા સિંચાઈ તળાવ સુકાઈ જતા પશુઓ પાણીની શોધમાં આમતેમ ભટકતા તસવીરમાં નજરે પડે છે.
શહેરા, પંચમહાલ જીલ્લામાં ગરમીને કારણે પારો ઊંચે ચઢતા માણસો સહિત પશૂ-પંખીઓ પણ હેરાન પરેશાન થઇ રહ્યા છે.ભારે ગરમીના કારણે ખાસ કરીને પશુ-પંખીઓ માટે પાણીની અછત જોવા મળી રહી છે.શહેરા તાલુકામાં આવેલા કેટલાક તળાવો પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે.જેના કારણે ચરતા પશુઓની હાલત પણ કફોડી બની છે. પંચમહાલ જીલ્લામાં પાછલા દિવસોથી આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ગરમીની સૌથી વધારે અસર દૂધાળા પશૂઓ પર પડી રહી છે.ગ્રામીણ વિસ્તારમાં પણ ઉનાળો આવતા પાણીના પોકારો જોવા મળતા હોય છે.શહેરા તાલુકાના પુર્વપટ્ટી વિસ્તારમાં પિયત માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી વરસાદ અથવા તેના થકી ભરાતા તળાવો,કોતર સહિતના જળસ્રોતો પર આધાર રાખવો પડે છે.પરંતૂ આ વર્ષે શહેરા તાલૂકામાં વરસાદ ઓછો પડ્યો હોવા છતા સિંચાઇ તળાવો કે કોતરો પરના ચેકડેમોમાં પણ વધારે પાણીનો સંગ્રહ થયો નથી.
ઉનાળાની શરૂઆત થતા પહેલા જ તળાવો ખાલીખમ જોવા મળી રહ્યા છે.શહેરા તાલૂકામાં આવેલા ઘણા તળાવો ખાલીખમ જોવા મળી રહ્યા છે.સાથે વધારે પ્રમાણમાં પશુઓ હાલત વધારે બની છે.હાલમાં ઘાસચારાની અછત હોવાને કારણે પશુઓ પણ આમતેમ છૂટાછવાયા ચરી રહ્યા છે.વધૂમા તળાવોમાંનુ પાણી તેમની તરસ છીપાવતૂ હતૂ.પણ હાલમાં તળાવોમાં પાણી ખાલીખમ જોવા મળી રહ્યૂ છે.જેના કારણે પશુઓને તરસે હેરાન પરેશાન થવાનો વખત આવે છે.
શહેરા તાલુકાના કેટલાક તળાવોને લીંકીગ કરીને પાણી ભરવાની યોજના પર કામ ચાલી રહ્યુ છે.આ વર્ષ ગત વર્ષ કરતા સારો વરસાદ પડે તેવી ઇચ્છા ધરતીપુત્રો રાખી રહ્યા છે.