શહેરા તાલુકામાં ધો.6 થી 8 ના બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી.

શહેરા, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ – 2009 ના અમલીકરણના ભાગરૂપે ગુજરાત આર.ટી.ઈ. રુલ્સ – 2012 નિયમ – 5 મુજબ જ્યાં ઘરથી શાળાનું અંતર પ્રાઈમરી માટેનું 1 કિલોમીટર અને ઉચ્ચતર પ્રાથમિક શાળા માટે 3 કિલોમીટર અંતર હોય તેવા વિસ્તારના બાળકોને ટ્રાન્સપોર્ટેશન સુવિધા મળવા પાત્ર હોય છે.
જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.વી.એમ.પટેલની અધ્યક્ષતામાં ઉમરપુર પ્રા.શાળા ખાતે લીલી ઝંડી આપી ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર ઉમરપુર પ્રા.શાળા,
નવા ગામ નવી વસાહત પ્રા.શાળા અને નવા મહેલાણ પ્રા.શાળા ખાતે ઉપસ્થિત રહી શુભારંભમાં જોડાઈ વિદ્યાર્થીઓના ઉત્સાહ વધારો કર્યો હતો. ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા પ્રમાણે ટ્રાન્સપોર્ટેશન સુવિધાથી બાળકોની નિયમિતતામાં વધારો થશે, ઉત્તમ શિક્ષણ મેળવવામાં મદદરુપ બનશે, ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો થશે
તેમજ સ્થાનિક શિક્ષિત બેરોજગારને આર્થિક ઉપાર્જન મેળવવામાં મદદરૂપ બનશે. તમામ બંધ બોડીની ગાડીઓમાં પરિપત્રની સૂચના બાળકોની મંજૂરી આપવામાં આવેલી છે. ટ્રાન્સપોર્ટેશન સુવિધા શહેરા તાલુકાના અંતરીયાળ વિસ્તારના બાળકો માટે આશીર્વાદ બનશે.
સી.આર.સી.કો.ઓર્ડીનેટર ખાંડીયા બાબુભાઈ વણઝારા અને ખોજલવાસા જયપાલસિંહ બારીઆ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને સી.આર.સી.કો.ઓર્ડીનેટરની અધ્યક્ષતામાં અન્ય 34 શાળાઓમાં પણ ટ્રાન્સપોર્ટેશન શરૂ કરવામાં આવી હતી.