શહેરા તાલુકામાં ૮૫ શાળાઓમાં ૪૨૫ બેડની સુવિધા સાથે કોમ્યુનીટી કોવિડ સેન્ટર કરાયા
શહેરા, કોરોના વાયરસની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોને સંક્રમણ સામે સુરક્ષિત કરવા તેમજ સ્થાનિક સ્તરે ઝડપી સારવાર ઉપલબ્ધ કરાવવાના ઉદેશ્યથી શરૂ મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન શરૂ કરાયુ છે.પંચમહાલ જિલ્લામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ સેન્ટરો શરૂ કરવામા આવ્યા છે.જેમા શહેરા તાલૂકામાં આવેલી શાળાઓમાં કોવિડ સેન્ટરો ઉભા કરવામા આવ્યા છે.
પંચમહાલ જીલ્લામા શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કેસો નોધાઈ રહ્યા છે.ગ્રામ્ય વિસ્તારોમાં ઘર આગણે સારવાર મળી રહે તે હેતુથી મારૂ ગામ કોરોના મૂક્તગામ અભિયાન શરૂ કરવામા આવ્યુ છે. આ કેન્દ્રો પર કોવિડના લક્ષણો ધરાવતા શંકાસ્પદ કેસો તેમજ હળવા લક્ષણો ધરાવતા કેસો માટે આઈસોલેશન તેમજ તેમની પ્રાથમિક સારવાર માટે દવાઓ, મેડિકલ સાધનો, બેડ સહિતની સુવિધાઓ, ઉભી કરવામા આવી છે.
તાલુકાના દરેક ગામમાં તાવ શરદી કે ખાસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા નાગરિકોને કોવિડ – ૧૯ ગાઈડલાઈન મુજબ આરોગ્ય વિભાગ તેમજ ગ્રામ્ય કક્ષાએ ફિમેલ હેલ્થ વર્કર દ્વારા તેની નિયમિત સ્થળ તપાસ થાય અને જરૂર જણાય તો શાળા કક્ષાએ તૈયાર કરવામા આવેલા કોવિડ કેર સેન્ટરમાં વ્યવસ્થા કરી સારવાર કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. શહેરા તાલુકામાં ૮૫ શાળાઓમાં ૫ મુજબ ૪૨૫ જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.