શહેરા: ૧૪ રોજમદાર કર્મચારીઓને છુટા કરતા કર્મચારીઓમાં ભારે રોષ

ચીફ ઓફીસર અર્જુનસિંહ પટેલને કરી મૌખિક રજુઆત કર્મચારીઓએ કરી
(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લામાં આવેલી શહેરા નગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા ૧૪ જેટલા રોજમદાર કર્મચારીઓને કોરોનાની મહામારીના કપરાકાળમાં છૂટા કરવામા આવતા રોષ વ્યાપ્યો છે.આ કર્મચારીઓને ગત મહિના પહેલા છૂટા કરવામા આવેલા રોજમદાર કર્મચારીઓ એકત્ર થઈ ફરીથી તેમને નોકરી પર લેવામા આવે તેવી માંગ સાથે નગરપાલિકાના ચીફ ઓફીસરને મૌખિક રજુઆત કરી હતી.
પંચમહાલ જીલ્લાની શહેરામાં નગરપાલિકામાં ફરજ બજાવતા ૧૪ જેટલા રોજમદાર કર્મચારીઓને લેખિત જાણ કર્યા વગર છૂટા કરવામાં આવતા નગરપાલિકા ચીફ ઓફીસર અર્જુનસિંહ પટેલને રજૂઆત કરી હતી.કર્મચારીઓના જણાવ્યા મૂજબ તેમને છૂટા કરવામા આવ્યા હતા.ત્યારે તેમને મૌખિક રીતે કહેવામાં આવ્યુ હતું.
નગરપાલિકામાં સામાન્ય સભા બોલાવામાં આવી હતી.તેમાં રોડ,રસ્તા સહિતના વિકાસના કામો કરવામાં આવ્યા હતા. છૂટા કરવામા આવેલા રોજમદાર કર્મચારીઓ વસુલાત,વોચમેન,પાણી પુરવઠા,વાહન શાખા, લાઈટ વિભાગ, સહિતના વિભાગોમાં સેવા આવતા હતા.
મહિના બાદ ફરીથી છૂટા થયેલા કર્મચારીઓએ એકત્ર થઈને શહેરા નગરપાલિકાના ચીફ ઓફીસર અર્જુનસિંહ પટેલને મૌખીક રજૂઆત કરી હતી.જ્યારથી નગર પાલિકા પહેલા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં હતું.ત્યારથી ફરજ બજાવતા કર્મચારી યુસફભાઈ જણાવે છે.”હુ વર્ષોથી નગરપાલિકામાં ફરજ બજાવુ છુ.અમને છુટા કરી દેવામાં આવ્યા છે.
અમને કહેવામા આવે છે કે તમે કામ નથી કરતા. પાલિકાબોડીને કહ્યુ તો કહે છે.અમે નથી જાણતા.ચીફ ઓફીસરે કહ્યુ કે હુ નથી જાણતો.આવી બેકારી પરિસ્થીતીમાં અમારે ધંધે ક્યા જવુ?.કોઈ સાભળંતુ નથી.અમે ધારાસભ્યને પણ મૌખિક રજૂઆત કરી છે.” પાલિકાતંત્ર દ્વારા અમને સરખો જવાબ મળતો નથી.છૂટા કરવા બાબતે એકબીજા પણ દોષારોપણ કરવામા આવી રહ્યુ તેવો આક્ષેપ અન્ય કર્મચારીઓ પાલિકાતંત્ર સામે લગાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છેકે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે.કેસોની સંખ્યા ભલે ઘટી હોય પણ હાલમાં ધંધા રોજગારમાં પણ મંદી જાેવા મળી રહી છે.લોકડાઉન પછી પડી ભાગેલી અર્થવ્યવસ્થાને કારણે હજારોલોકોની નોકરીઓ છુટતા બેકાર બન્યા છે.ત્યારે અચાનક છૂટા કરી દેવામા આવતા પાલિકાના કર્મચારીઓમાં ભારે રોષ જાેવા મળ્યો છે. ત્યારે આગામી સમયમાં આ કર્મચારીઓ ગાંધી ચીંધ્યામાર્ગે પોતાની માંગોને લઇને ઉગ્ર રજુઆતો કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.