શહેરી વિસ્તારો તરફ ખુંખાર પ્રાણીઓનું આગમન
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, પેટલાદના ભવાનીપુરા ખાતે છેેલ્લા મહિનાઓથી ફરતો દિપડો આખરે પકડાઈજતાં સ્થાનિકોએ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. દીપડો- સિંહ જેવા ખુંખાર પ્રાણીઓ ખોરાકની શોધમાં હવે શહેરી વિસ્તારો તરફ આવી રહ્યા છે. ગુજરાતમાં સિંહ અને દિપડાની સંખ્યા સારી એવી છે. સિંહ-દિપડા દિવસ દરમ્યાન શિકાર કરતા નથી. તેઓ મોટેભાગે રાત્રીના સમયમાં જ શિકાર કરતા હોય છે. પછી આરામ કરતા હોય છે.
વાઈલ્ડ લાઈફ તથા દયા ફાઉન્ડેશનના અમિત રામીના જણાવ્યા અનુસાર સિંહ જંગલનો રાજા હોવાથી તે મૂડી પણ હોય છે. આમ, તો એક આખા દિવસ દરમ્યાન રપ થી ૩૦ કિલોમીટર અંદાજે ચાલી નાંખતો હોય છે. જ્યારે દિપડો- ૩પ થી ૪૦ કિલોમીટર અંતર કાપી નાંખે છે. સિંહ વજનમાં ભારે હોવાથી તેની છલાંગ થોડી ઓછી હોય છે. પરંતુ દિપડો ૧ર થી ૧પ ફુટ લાંબી છલાંગ લગાવી શકે છે.
સામાન્ય રીતે સિંહ-સિંહણ જંગલ છોડીને શહેરી વિસ્તાર તરફ ઓછા આવતા હોય છે. પરંતુ પાછલા કેટલાંક સમયથી સિંહ-સિંહણો તેમના કુટુંબ સાથે શહેરી વિસ્તારોની નજીક પ્રવશેતા જાેવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી-ધારીમાં સિંહ-સિંહણો ઘુસી ગયાના અહેવાલો આપણે સાંભળ્યા છે.
દિપડાને પકડવો મુશ્કેલ છે. સિંહને પકડવાની કોઈ ઝાઝી હિંમત કરતુ નથી. અને તેવું બનતુ પણ નથી. મોટેભાગે જે પકડાય છે તે દિપડાઓ જ હોય છે. દિપડા સ્ફૂર્તિલા હોય છે. ઝડપથી ‘ટ્રેપ’માં ફસાતા નથી. તેમને પકડીને બેભાન કરી પછી પાંજરે પુરવા પડે છે. જાે કે પાંજરા મારફતે પણ તેને પકડી શકાય છે.