શહેરોની સાથે ગામડાઓ પણ કોરોનાની ઝપેટમાં
અમદાવાદ: કોરોના હવે શહેરના સીમાડાઓ વટાવીને ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે ેસૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના ગામડાઓમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધતા લોેકમા ફફડાટ ફેલાયો છે અમદાવાદ સુરત, વડોદરા તથા રાજકોટ જેવા શહેરોમાં કોરોના સંક્રમણ વધ્યુ છે પરતુ ગામડાઓમા એકદરે કોરોનાના કેસ ઓછો જાેવા મળતા હતા પરતુ અનલોકમાં બજારો ખુલતા તથા વાહનવ્યવહાર ધમધમતા થતા ગામડાઓ પણ કોરોનાથી દૂર રહ્યા નથી ગામડાઓમા કોરોના ફેલાતા રોકવા હવે સ્વૈચ્છિક અધ ર્લોકડાઉન અપનાવ્યુ છે.
દુકાનો ઓફિસોના કામકાજના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છે બપોરના ચાર વાગ્યા સુધીબજારો ખુલ્લા રખાય છે ત્યારપછી બજારો સંપૂર્ણ બંધ કરાઈ રહ્યા છે તેનાથી વિપરીત સ્થિતિ શહેરોમાં જાેવા મળી રહી છે શહરોમા ધીમે ધીમે જનજીવન ધબક્યુ થતા દુકાનો શહેરરૂપ સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લા જાેવા મળી રહ્યા છે દુકાનદારો છેક બંધ કરવા સુધીના સમય સુધી ગ્રાહકોની રાહ જુવે છે.
શહેરી વિસ્તારોમાં કોરોનાના કેસો વધ્યા અને ત્યાર પછી જે પરિસ્થિતિ સર્જાઈ જેનાથી હવે નાગરિકો ટેવાઈ ગયા છે કોરોનાના ડર છે પણ આર્થિક પ્રવૃત્તિ ને વેગ આપવાનો છે રૂપિયા કમાયા વિના ઘર ચાલવાનુ નથી તેનો અહેસાસ શહેરીજનોને થયો છે બીજી તરફ અત્યાર સુધી કોરોનાની સ્થિતિ અજાણણ ગામડાઓમા કોરોના ફેલાતા તેની ગંભીરતાનો અહેસાસ ગામડાના લોકોને થવા લાગ્યો છે.
પરિણામે ગ્રામજનો સ્વૈચ્છિક અર્ધલોકડાઉન અમલ કરી રહ્યા છે ગામડાના લોકો વહેપારી સાથે મળીને નિર્ણય લઈ રહ્યા છે અમુક સ્થળોએ વહીવટીતંત્રનો સાથ લેવાઈ રહ્યો છે ધીમે ધેમી મોટા શહેરની આસપાસ રહેલા ગામડાઓની સાથે છેવાડાના ગામડાઓ પણ કોરોનાની ચપેળમાં આવી રહ્યા છે કોરોનાનો પ્રસાર ગામડાઓમા સુધી વધતા વહીવટીતંત્ર ફિકરમા મૂકાઈ છે. અને તેમનુ નજર ગામડાઓ તરફ કેન્દ્રીત કર્યુ છે.
ગામડાઓમા જીલ્લા મથકોએ કોરોના ટેસ્ટીગ નું સેન્ટર ખોલાય તેવી માગણી પણ પ્રબળ બની રહી છે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના રોકેટની સ્થિતએ વધ્યો છે તેવી ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાત ગામડામાં પણ કોરોના સંક્રમણનો શિકાર બની રહ્યા છે.