૨૪ જુગારીઓને અઢી લાખના મુદ્દામાલ સામે ઝડપાયા
અમદાવાદ: પોલીસ તંત્ર દ્વારા દારૂ અને જુગારની ગેરકાયેદસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતા આવી પ્રવૃત્તિઓમા સંડોવાયેલા શખ્શોમા ફફડાટ ફેલાયેલો છે તેમ છતાં છુપી રીતે જુગારના અડ્ડા હાલ પણ કેટલાક સ્થળે ચાલી રહ્યો છે. જા કે પોલીસ તંત્ર પણ આવા તત્વો ઉપર બાજ નજર રાખી રહ્યુ છે અને તક મળતા જ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
છેલ્લા એક મહીનામાં અસંખ્ય જુગારીઓને ઝડપીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરરવામા આવ્યો છે અને છુપી રીતે ચાલતાં અવા વધુને વધુ જુગારધામને ઝડપીને ગેર કાયદેસર પ્રવૃત્તિઓને રોકવા પોલીસ સતત સક્રિય છે આ સ્થિતિમાં શહેર કોટડા પોલીસે મોટી કાર્યવાહી કરતા રવિવારે ચોવીસ જુગારીઓ ઝડપી લીધા છે ઉપરાંત અઢી લાખની કિમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જા કે મુખ્ય સુત્રધારો હાલ પોલીસ પકડની બહાર છે.
શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ જેબલીયા પોતાની ટીમ સાથે રવિવારે પેટ્રોલિગમા હતા એ વખતે નરોડા રોડ મેમ્કો ખાતે ગુપ્તા ડેરીની બાજુમાં આવેલા આંબેડકરનગરના એક મકાનમાં મોટા પાયે જુગારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી આ બાતમીને આધારે રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે પીએસઆઈ જેબલીયાની ટીમે આંબેડકર નગરમાં આવેલા માહીતી મુજબનાં મકાનમાં દરોડો પાડતા જ અંદર બેઠેલા શખ્શો ચોકી ગયા હતા અને ભાગમભાગ કરી મુકી હતી.
જા કે પોલીસે હાજર તમામ જુગારીઓ ઝડપી લીધા હતા મકાનની અંદરનું દૃશ્ય જાઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી મકાનમાંથી પોલીસને મોટા પ્રમાણમાં જુગાર રમવાના સાધનો ૧૬ મોબાઈલ ફોન મળી આવ્યા હતા ઉપરાંત વાહનો તથા રોકડ રકમ મળીને કુલ અઢી લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બાદમાં તામમ જુગારીઓની પુછપરછ કરતા મકાન રાકેશ ઉર્ફે રાકલો લાલજીભાઈ સોલંકીનું જાણવા મળ્યુ હતુ અને આ મકાનમાં રાકેશ ઉપરાંત સોહેલ ઉર્ફે કાલીયા કુતુબુદીન શેખ રંગીલા ચોકી શાહપુર અને મળીને જુગાર ધામ ચલાવતા હોવાનું બહાર આવ્યુ છે પોલીસે ત્રણેય સુત્રધારોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
જ્યારે પકડાયેલા આરોપીઓના નામ આ પ્રમાણે છે. (૧) ઈશ્વરભાઈ ઉર્ફે વિજય. આરટીઓ સામે, (૨) અબ્દુલ રઝાક કુરેશી, શાહપુર, (૩) અકબર રીયાવાલા આસ્ટોડીયા, (૪) ભીખાજી ડાભી, અસારવા, (૫) ગણેશ ગૌણે રખિયાલ(૬) સોહેલ રંગવાળા, જમાલપુર, (૭) ાસુકલાલ શાહ શાહપુર, (૮) હરેશકુમાર જમાલપુર, (૯) અનવરહુસેન સૈયદ જમાલપુર (૧૦) સુલેમાન રંગરેજ માધુપુરા, (૧૧) શૈલેષ વાઘેલા, બાપુનગર, (૧૨) ભરત મરાડી કુષ્ણનગર(૧૩) રામસાગર રાજપુત, મેઘાણીનગર (૧૪) યોગેશ સોની, મેઘાણીનગર (૧૫) વિજય આસોડીયા. નરોડા રોડ (૧૬) દિપક પરમાર નરોડા રોજ, (૧૭) સતીષ ઠાકુર બાપુનગર, (૧૮) ઈશ્વર સિપાઈ સરખેજ (૧૯) કેતન શાહ નરોડા,(૨૦) ગોપાલ પરીહાર મેઘાણીનગર, (૨૧) સાગર ચાવડા, નરોડા