શહેર પોલીસે ૭૦ માથાભારે વ્યાજખોરોની યાદી બનાવી
અમદાવાદ: ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છે. ત્યારે આવા વ્યાજખોરોને કાબૂમાં લેવા માટે ગુજરાત પોલીસે કડક વલણ અપવનાવ્યું છે. વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે ખુદ ગુજરાત પોલીસ વડાએ આદેશ કર્યા છે. જેના ભાગ રૂપે અમદાવાદ પોલીસ હરકતમાં આવી ગઈ છે. અને અમદાવાદ જિલ્લામાં વ્યાજખોરી કરી આતંક મચાવનારા ૭૦ લોકોની યાદી તૈયાર કરી છે. આવા માથા ભારે લોકો સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસ કડક કાર્યવાહી હાથધરશે. ગુજરાત રાજ્યમાં વ્યાજખોર લોકોની હોવી ખેર નથી અને તેના ભાગ રૂપે અલગ અલગ જિલ્લાઓમાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આવામાં અમદાવાદ ગ્રામ્યમાં અત્યાર સુધી ૨ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. અને સાથો સાથ ૭૦થી વધુ લોકોનું લિસ્ટ પણ બનાવવામાં આવ્યું છે. જે લોકો વ્યાજના ધંધા સાથે જોડાયેલા છે. આ લોકોને બોલાવી અને પૂછપરછ પણ કરવામાં આવશે. મહત્વની વાત તો યે છે કે આ લોકો એટલા માથા ભારે છે કે તેમના બીકથી કોઈ સામે આવતું નથી અને જેને લઈ ખાનગી રીતે કાર્યવાહી કરવા માં આવી રહી છે. પોલીસ અધિકારીઓનું કેહવું છે કે અમારી સામે અલગ અલગ અરજીઓ પણ આવી છે સાથો સાથ અમે લોક દરબાર પણ કરી રહ્યાં છીએ.
જેમાં કેટલાક લોકો એવા પણ છે કે જે અન્ય માથાભારે લોકોને રૂપિયા આપી વ્યાજ પણ વેપાર કરે છે અને કેટલાક સીધે સીધા વેપાર કરે છે. નોંધનીય છે કે જે લોકો પાસે લાઈસન્સ છે તે લોકો પણ ભંગ કારી વધુ વ્યાજ વસુલ કરે છે અને તેમની સામે પણ કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છેકે સરકારે ગુંડા ધારા લાવીને ગુનાખોરી સામે લાલ આંખ કરી છે. સાથેસાથે કેટલાક ગુનાઓને ગુંડાધારામાં આવરી લઈને સામાન્ય લોકોને માથાભારે લોકોના ત્રાસમાંથી મૂક્ત આપવાનો પ્રયત્ન કર્યો છે.
ગુંડા એક્ટમાં ગુંડા એક્ટમાં માનવ તસ્કરી, ગૌવંશ હત્યા, નાણાંકીય છેતરપિંડી સહિતના ગુનાઓ, જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો, સરકારની વિરૂદ્ધ કોઈ સમાજને ભડકાવવો અથવા તેના જેવું કૃત્ય વગેરે જેવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ સામાન્ય બાબતોને આવરી લેતે લોકોને ઘણી સરળતા થશે. જોકે, લોકોએ જાગૃત થઈને પોલીસની મદદ લેવી પડશે.