શહેર પોલીસ ના વધુ એક જવાને કર્યું કોવિડના દર્દીઓની સારવારમાં ઉપયોગી બ્લડ પ્લાઝમાનું દાન
વડોદરા, શહેર પોલીસ કમિશનરશ્રી તેમજ પોલીસ ઉચ્ચ અઘિકારીઓ ની પ્રેરણા થી સામાજિક પોલીસ કર્તવ્ય રૂપે વડોદરા શહેર પોલીસ ના અધિકારીઓ અને જવાનો કોવિડ ના દર્દીઓની સારવારમાં ઉપયોગી બ્લડ પ્લાઝમા નું દાન કરી રહ્યાં છે.આ કડીમાં એક વધુ કર્તવ્યનિષ્ઠ જવાન નું નામ ઉમેરાયું છે.
વારસિયા પોલીસ સ્ટેશન ના જવાન સુરેન્દ્રસિંહ રતનસિંહ ને અગાઉ કોરોના થયો હતો અને સારવાર થી તેઓ રોગમુક્ત થયાં હતા.આ પ્રકારના લોકો બ્લડ પ્લાઝમા ના દાન માટે યોગ્ય ગણાય છે અને તેમના પ્લાઝમા કોવિડ ના દર્દીઓ ની સારવારમાં ઉપયોગી નીવડે છે.
તેને અનુલક્ષી ને સુરેન્દ્રસિંહે સયાજી હોસ્પિટલ ની બ્લડ બેંકમાં બ્લડ પ્લાઝમા નું દાન કર્યું હતું.બ્લડ બેંકો ખાતે રક્તદાન કરતાં વધુ જટિલ પ્રક્રિયા હેઠળ આધુનિક યંત્રો ની મદદ થી દાતા ના લોહીમાં થી સારવારમાં ઉપયોગી પ્લાઝમા તારવી લેવામાં આવે છે.આ પ્રક્રિયા પછી દાતા થોડોક જરૂરી આરામ કરી પોતાના રોજિંદા કામો કરી શકે છે.
અગાઉ શહેર પોલીસ કમિશનરે દળ ના ચાર પ્લાઝમા સખાવતી જવાનો નું અભિવાદન અને સન્માન કર્યું હતું.વારસિયા પોલીસ મથક માં થી અગાઉ પી. એસ.આઇ.અરુણ મિશ્રા એ પ્લાઝમા દાન કર્યું હતું.હવે સુરેન્દ્રસિંહ નું નામ આ ગૌરવવંતા દાતાઓ ની યાદીમાં ઉમેરાયું છે.