Western Times News

Gujarati News

અમદાવાદ સાયબર ક્રાઈમનો દિલ્હી ખાતે ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડો

મહિલા પુરુષ સહિતનાં આરોપીઓની અટકઃ કોમ્પ્યુટર, મોબાઈલ અન્ય સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ : હાલનાં સમયમાં ગઠીયા છેતરપિંડી આચરવા માટે પણ આધુનિક ટેકનોલોજીનો ઊપયોગ કરી રહ્યાં છે. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર એકલાં રહેતાં સ્ત્રી – પુરૂષો અથવા માનસિક રીતે નબળાં લોકોની સાથે આત્મીયતાનાં સંબંધો બાંધીને તેમને પોતાની જાળમાં ફસાવે છે. બાદમાં તેમને મોંઘી ગિફ્ટ મોકલવાનો કે અન્ય બહાને તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે.

જ્યારે અન્ય કેટલીક ગેંગો બેંકના અધિકારી કે ઈન્શ્યોરન્સ પોલીસી વેચવાનાં બહાને મહિલા અને વૃદ્ધોને શિકાર બનાવે છે. જાકે સતત નાગરીકોની સુરક્ષામાં રહેતી શહેર સાયબર ક્રાઈમની ટીમો પાસે ફરીયાદ આવતાં આવી માટાભાગની ઠગ ટોળકીઓને ઝડપીને તેમને મહત્તમ મુદ્દામાલ પરત આપવામાં આવે છે. આવી જ વધુ એક ફરીયાદ મળતાં સાયબર ક્રાઈમની ટીમ દિલ્હી ખાતે પહોંચી હતી અને એક ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડો પાડીને સાતેક જેટલાં મહિલા પુરૂષની અટક કરી છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે થોડાં દિવસ અગાઊ છેતરપિંડીની ફરીયાદ મળતાં સાયબર ક્રામ સક્રીય થઈ હતી અને મળી આવેલાં શંકાસ્પદ ફોન નંબરની તપાસ કરતી દિલ્હીનું લોકેશન મળી આવ્યું હતું. બાદમાં સાયબર ક્રાઈમની ટીમો ઊત્તમનગર સુધી પહોંચી હતી અને એક કોમ્પ્લેક્ષમાં ગેરકાયદેસર રીતે ચાલતાં કોલ સેન્ટર ઊપર દરોડો પાડ્યો હતો.

પોલીસને જાતાં જ નાસભાગ મચી હતી. જાકે તમામ સાત શખ્સોની અટક કરવામાં આવી હતી. જેમાં ચારેક મહિલાઓ પણ સામેલ છે. પોલીસે ઘટના સ્થળેથી કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી પણ જપ્ત કરી હતી. બાદમાં ગુરૂવારે તમામ આરોપીઓને અમદાવાદ ખાતે લઈ આવ્યા હતા. આરોપીઓની તપાસ બાદ ઘણાં ગુનાઓનાં ભેદ ઊકેલવાની શક્યતાં છે.

ઊલ્લેખનીય છે કે હાલ સુધીમાં ઝડપાયેલાં મોટા ભાગનાં કોલ સેન્ટરોનું લોકેશન દિલ્હી કે નોઈડા જ રહ્યું છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર દિલ્હીમાં આવાં ઘણાં કોલ સેન્ટરો સક્રિય છે જે વધુમાં વધુ ગુજરાતને ટાર્ગેટ કરતાં હોય છે.
જાકે લોકલ પોલીસ મોટાભાગે ગેરકાયદેસર ચાલતાં આ સેન્ટરોથી અજાણ રહે છે એ અચરજભર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.