“શહેર સૈન્ય હવાલે..” નો ફેક મેસેજ વાયરલ કરનારની અટક

ફેસબુજ પર ફેંક મેસેજ વાયરલ કરનાર ઇસમને પકડી પાડતી સાયબર ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.
હાલમાં થોડા દિવસ અગાઉ સોશીયલ મીડીયામાં ફેસબુક ઉપર ફેંક મેસેજ હીન્દી ભાષામા “ અભી પ્રાપ્ત જાનકારીના મથાળા હેઠળસંપુર્ણ અમદાવાદ ઔર સુરત રવિવાર સે ૧૪ દિનો કે લીયે સૈન્ય લોકડાઉન કે તહત હોને કી સંભાવના હે, ઈસલીયે ક્રુપ્યા સબ કુછ સ્ટોકકરે. સબ્જી અનાજ કીરાના. સીટી આર્મિ સેના કો સોંપને જા રહે હૈ. હો સકતા હૈ કી મુખ્યમંત્રી વિજય રુપાણી નિયંત્રણ જારી કરે. કેવલ દુધઔર દવાઈ ઉપલબ્ધ હોગી …… ક્રુપયા અપને અહમદાબાદ કે દોસ્તો કો સુચીત કરે યદી કોઈ રહતા હૈ તો ….. ગુજરાત સરકાર કીબેઠક ચલ રહી હૈ ઔર કીસી ભી સમય અહમદાબાદ પુર્ણત બંધ કી ઘોષણા કી જા સકતી હૈ ” તેવા પ્રકારની લખાણવાળી પોસ્ટ મુકેલહોવાનું જણાઇ આવેલ જે અંગેનો ગુનો સાયબર ક્રાઇમ પો.સ્ટેશન ખાતે દાખલ થયેલ.
તપાસ દરમિયાન ફેસબુકમાં ફેક મેસેજ વાયરલ કરનાર ઇસમ ઓવેશ ફીરોજભાઇ વોરા ઉવ. ૩૦ રહે. ગામ–ચાંગા જનતાનગર કોલોની, તા.પેટલાદ જી.આણંદનો હોવાનુ જણાઇ આવતાં પકડી અટક કરેલ છે.