શાંગ-ચી એન્ડ ધ લિજેન્ડ ઓફ ધ ટેન રિંગ્સ મુવી રિલીઝ
મુંબઈ, ભારતના સિનેમાહોલમાં રિલીઝ થયેલી અમેરિકન સુપરહિરો ફિલ્મ શાંગ-ચી એન્ડ ધ લિજેન્ડ ઓફ ધ ટેન રિંગ્સ મારવેલની પહેલી એવી ફિલ્મ છે કે જેમાં એશિયન સ્ટાર્સ લીડ રોલમાં જાેવા મળી રહ્યા છે. માર્વેલ કોમિક્સના ફેન સારી રીતે જાણતા જ હશે કે Shang-Chi કોણ છે? આ ફિલ્મમાં Shang-Chiના ભૂતકાળને દર્શાવવામાં આવ્યો છે.
આ ફિલ્મ ભારતમાં અંગ્રેજી, હિન્દી, તેલુગુ, તમિલ અને કન્નડ ભાષામાં રિલીઝ થઈ છે. સુપરહિરો ફિલ્મ Shang-Chi and the Legend of the Ten Rings ભૂતકાળના તે સંબંધો દર્શાવે છે કે જેમાં દુઃખ છે. ફિલ્મની વાર્તાની શરૂઆત બે મિત્રો સીન (સીમૂ લીયુ) અને કેટી (અક્વાફિના)ની મસ્તીથી થાય છે. જ્યાં અચાનક તેમના જીવનમાં બદલાવ આવે છે કે જેમાં કેટલીક શક્તિઓ સીનનું લૉકેટ છીનવી લેવા માગે છે. ત્યાં સીટ્ઠન લડે છે અને ત્યારે તેને એ વાતનો અહેસાસ થાય છે કે તે એક સુપરહિરો છે.
પછી તેનો સામનો પોતાના ભૂતકાળ સાથે થાય છે. જે તે ૧૦ વર્ષ પહેલા છોડીને આવ્યો હતો. સીનના પિતા તેને બોલાવે છે કે જેઓ ૧૦ વીંટીઓના લીડર છે. શું સીન તેના પિતાને સત્યના રસ્તે પાછા વાળીને દુનિયાનો વિનાશ થતા બચાવી શકશે? આ જાણવા માટે તમારે ફિલ્મ જાેવી પડશે. માર્વેલ કોમિક્સની સુપરહિરો ફિલ્મ Shang-Chi and the Legend of the Ten Ringsમાં પૂર્વની સંસ્કૃતિ, સભ્યતા, પૌરાણિક મૂલ્યો અને માર્શલ આર્ટ્સને સારી રીતે રજૂ કરાયા છે.
પિતા-પુત્રના સંબંધોનો દ્વંદ્વ માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ફિલ્મોનો સેન્ટ્રલ પોઈન્ટ હોય છે જે અહીં પણ છે. ફિલ્મમાં મોડર્ન માર્શલ આર્ટ્સ રજૂ કરાયું છે. આ ફિલ્મના ડિરેક્ટર Destin Daniel Cretton છે. આ ફિલ્મના વિઝ્યુઅલ્સ જાેઈને દર્શકો ચોંકી ઉઠે છે. ફાઈટની દ્રષ્ટિએ ફિલ્મનો ક્લાઈમેક્સ જાેરદાર છે અને ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ અદ્ભુત છે. ફિલ્મનું મ્યુઝિક વાર્તાને આગળ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.પહેલી એવી ફિલ્મ જેમાં એશિયન સ્ટાર્સ લીડ રોલમાં છે.SSS