શાંઘાઈમાં સંક્રમણને કારણે ૫૧ લોકોના મોત નિપજયાં

બીજીંગ, ચીનમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો ઝડપથી ફેલાઈ રહ્યા છે અને શાંઘાઈમાં સંક્રમણને કારણે ૫૧ લોકોના મોત થયા બાદ વહીવટીતંત્રે ચાઓયાંગ જિલ્લામાં વધુ કેસ સાથે ૩.૫ લાખથી વધુ લોકોની તપાસ શરૂ કરી છે.
સત્તાવાર મીડિયા અનુસાર, બેઇજિંગની સ્થાનિક સરકારે સોમવારથી ત્રણ દિવસ માટે ચાઓયાંગ જિલ્લામાં ૩.૫ મિલિયનથી વધુ લોકોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે, જિલ્લામાં ચેપના ઘણા કેસ નોંધાયા છે. ચાઓયાંગ રોગ નિવારણ અને નિયંત્રણ ટીમે એક નોટિસમાં જણાવ્યું હતું કે જિલ્લામાં રહેતા અને કામ કરતા લોકોની તપાસ કરવામાં આવશે.
ચીનના નેશનલ હેલ્થ કમિશનના અહેવાલ મુજબ, બેઇજિંગમાં રવિવારે ૧૪ કેસ નોંધાયા હતા, જેમાંથી ૧૧ કેસ ચાઓયાંગ જિલ્લામાં હતા, જે શહેરનો મધ્ય ભાગ છે અને જ્યાં ચીનના ટોચના નેતૃત્વ રહે છે. બીજી તરફ, ચીની મુખ્ય ભૂમિમાં રવિવારે ૨૦,૧૯૦ થી વધુ કેસ નોંધાયા હતા, જેમાંથી મોટાભાગનામાં ચેપના કોઈ લક્ષણો નહોતા.HS