શાંતિપૂર્ણ વ્યક્તિગત વિકલ્પોનું સન્માન કરવું જાેઈએ : રાહુલ
નવીદિલ્હી: કાૅંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રાઇડ મંથને લઈને લોકોને શુભકામનાઓ આપી છે. રાહુલ ગાંધીએ આ ખાસ પ્રસંગે ઇન્સ્ટાગ્રામ પર રેનબો ફ્લેગની સાથે લખ્યું, ‘શાંતિપૂર્ણ વ્યક્તિગત વિકલ્પોનું સન્માન કરવું જાેઈએ. પ્રેમ પ્રેમ છે.’ નોંધનીય છે કે, દર વર્ષે જૂન મહિનાને પ્રાઇડ મંથ તરીકે ઉજવવામાં આવે છે. આવું પહેલીવાર થયું છે કે જ્યારે કોઈ નેતાએ એલજીબીટી કોમ્યુનિટીને લઈને સોશિયલ મીડિયા પર આ પ્રકારની શુભકામનાઓ આપી છે.
રાહુલ ગાંધીની આ પોસ્ટને લોકોનું ખૂબ સમર્થન મળી રહ્યું છે. રાહુલ ગાંધીની પોસ્ટ પર લોકોએ કોમેન્ટ કરીને કહ્યું કે, આપનો આભાર. તેની સાથે જ લોકોએ રાહુલ ગાંધીના વિચારનું સન્માન પણ કર્યું. રાહુલ ગાંધીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સાથે જ કાૅંગ્રેસે પણ પોતાના ટ્વીટર એકાઉન્ટના માધ્યમથી લોકોને પ્રાઇડ મંથની શુભકામનાઓ આપી છે. કૉગ્રેસે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર રેનબો ફ્લેગની સાથે લખ્યું કે, પ્રેમ, પ્રેમ હોય છે. તમામ ભારતવાસીઓને પ્રાઇડ મંથની શુભકામનાઓ.
નોંધનીય છે કે, પ્રાઇડ મંથના ખાસ પ્રસંગે સર્ચ એન્જિન ગૂગલે બે જૂને અમેરિકન એક્ટિવિસ્ટ ફ્રેંક કમિનીને પોતાનું ડૂડલ સમર્પિત કર્યું હતું. ફેંક સમલૈંગિક હતા અને તેમને સમાજ તરફથી ખરાબ અનુભવોનો સામનો કરવો પડ્યો હતો. સમલૈંગિક હોવાના કારણે તેમને નોકરીમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમ છતાં ફેંકે જરાપણ નિરાશ ન થયા અને ન તો પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો. ફેંકે સમલૈંગિકતાને અધિકાર અપાવવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ફૈંકની આ લડાઈને ધીમેધીમે લોકોનું સમર્થન મળ્યું. ઘણા લાંબા સમય સુધી પ્રદર્શનો કર્યા બાદ અંતે ફૈંકને જીત પ્રાપ્ત થઈ અને અમેરિકાની સરકારને ઝૂકવું પડ્યું હતું.