શાંતિ જાળવવાના ટ્રમ્પના નિવેદનથી ક્રુડના ભાવમાં ઘટાડો
(પ્રતિનિધિ દ્વારા) વાશિગ્ટન: ટ્રમ્પના શાંતિ જાળવવાના નિવેદનથી યુધ્ધની શક્યતા નહીવત જણાતા વિશ્વભરના દેશોને રાહતનો શ્વાસ લીધો હતો. આ પરિસ્થિતિ માં ક્રુડના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. અમેરીકા-ઈરાન વચ્ચેની તંગદિલી ઘટતા વૈશ્વિક બજારો પર સ્પષ્ટ અસર જાવા મળી રહી હતી. ભારતીય શેર બજારોમાં ટ્રમ્પના નિવેદનને આવકારવામાં આવ્યુ છે. આજે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં પ૦૦ પોઈન્ટનો અને નિફટીમાં ૧પ૦ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો.
આ ઉપરાંત આયાતોને નિકાસ કરતાં વેપારઓએે પણ રાહત અનુભવી હતી. ગઈકાલે ઈરાને કરેલા હુમલા બાદ અમેરીકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પત્રકાર પરિષદ યોજી મહત્વપૂર્ણ નિવેદન કર્યુ હતુ. તેમણે સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે તેઓ યુધ્ધ ઈચ્છતા નથી અને અમેરીકાના એક પણ સૈનિકને ઈજા થઈ નથી.
ટ્મ્પે શાંતિ જાળવવાની મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યુ હતુ અને ઈરાનને પણ શાંતિ જાળવવા જણાવ્યુ હતુ. ટ્મ્પના આ નિેવેદનથી બંન્ને વચ્ચેની તંગદિલીમાં ઘટાડો થવાથી ઈરાને પણ આ મુદ્દે યુધ્ધ નહીં ઈચ્છતા જણાવ્યુ હતુ. પરંતુ ગઈકાલે ટ્રમ્પના નિવેદન બાદ હજુ કોઈ હુમલા થયા નથી. ટ્રમ્પે જણાવ્યુ હતુ કે ઈરાનના જનરલ સુલમાન અનેક હુમલામાં સંડોવાયેલા હતા. અને તેમનો અંત ઘણા દેશોના હિતમાં હતો. ટ્રમ્પના આ નિવેદન બાદ ક્રુડ ઓઈલના ભાવમાં કડાકો જાવા મળે છે. આ ઉપરાંત ડોલરની સામે રૂપિયો મજબુત બન્યો છે. તથા શેરબજારમાં તેજીનો માહોલ જાવા મળી રહ્યો છે.