શાઓમીએ RedMi K20 સિરીઝ અને RedMi 7A અમદાવાદમાં લોન્ચ કર્યો
Mi બિઅર્ડ ટ્રીમર, Miબ્લ્યૂટૂથ નેકબેન્ડ ઇયરફોન્સ પણ રજૂઆત કરી
અમદાવાદ, ભારત, 25 જુલાઇ 2019— ભારતની નંબર વન સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી બ્રાન્ડ શાઓમીએ આજે અત્યંત અપેક્ષિત રેડમિ K20 સિરીઝના સ્માર્ટફોન્સ – રેડમિ K20 અને રેડમિ K20 પ્રોને અમદાવાદ શહેરમાં લોન્ચ કર્યા હોવાની જાહેરાત કરી છે. શાઓમીએ તેની સાથે પોતાના તરફથી શહેરમાં સૌપ્રથમ વખત 2 વર્ષની વોરંટી સાથેના રેડમિ 7Aની પણ જાહેરાત કરી છે. અદભૂત સ્માર્ટફોન્સ ઉપરાંત શાઓમીએ તાજેતરમાં જ લોન્ચ કરાયેલ ઇકોસિસ્ટમ પ્રોડક્ટ્સ જેમ કે Miરિચાર્જેબલ એલઇડી લેમ્પ અને Miબ્લ્યુટૂથ મેકબેન્ડ ઇયરફોન્સનું પણ નિદર્શન કર્યું છે.
રેડમિ K20 સિરીઝમાં 16.2 સેમી (6.39) 10.5.9 ફુલ એચડી + AMOLED હોરાઇઝન ડીસ્પ્લે, 20MP પોપ-અપ સેલ્ફી કેમેરો અને અતુલ્ય 91.9% સ્ક્રીન ટુ બોડી રેશિયો પણ હાંસલ કરે છે. હોરાઇઝન AMOLED ડીસ્પ્લે 7મી જનરેશન ઇન-ડીસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે આવે છે અને બન્ને ફોન કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ 5 (આગળ અને પાછળ)થી રક્ષિત છે.
રેડમિ K20 પ્રો સૌપ્રથમ ઓક્ટા કેર ક્વાલકોમ સ્નેપડ્રેગન™ 855 ચિપસેટ 2.84GHz સુધી ધરાવે છે જે આગવી કામગીરી ઓફર કરે છે. રેડમિ K202.2GHz સુધીતદ્દન નવા ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન™ 730 પ્રોસેસર ધરાવતા હોવાથી આ સેગમેન્ટમાં નવીન કામગીરી લાવે છે.
રેડમિ K20 અને K20 પ્રો એ પહેલા પ્રથમ ફોન્સ છે જેમાં પોપ અપ સેલ્ફી કેમેરાની આસપાસ એડ-લિટ મોડ્યૂલનો સમાવેશ થાય છે. રેડમિ K20 સિરીઝ AI ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે, જેમાં 48MP મુખ્ય કેમરા, 8MP ટેલિફોટો અને 13MP વાઇડ-એંગલનો સમાવેશ થાય છે.
તે વિશાળ 4,000 mAhબેટરી, USB ટાઇપ-C પોર્ટ, 3.5એમએમ હેડફોન જેક અને 27W સોનિકચાર્જ સપોર્ટથી સજ્જ છે. રેડમિ K20 સિરીઝ ઊંચા ગુણવત્તા ધોરણો સાથે આવે છે; P2i નાનો-કોટીંગ ફોનને પાણી સામે રક્ષણ આપે છે, જ્યારે બન્ને ફોન્સમાં આગળ અને પાછળનો કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 તેને મજબૂત અને લાંબા ગાળા સુધી ટકાઉ બનાવે છે. અન્ય ગુણવત્તા સુધારાઓમાં ફોલ ડિટેક્શનનો સમાવેશ થાય છે, જે પોપ-અપ કેમેરાને પડી જવાના કિસ્સામાં આપોઆપ જ પાછો ખેંચી લે છે.
રેડમિ 7Aરેડમિ 6A સામે એકંદરે સંપૂર્ણપણે અપગ્રેડ ધરાવે છે. તેમાં શક્તિશાળી ક્વાલકોમ® સ્નેપડ્રેગન™ 439 ચિપસેટનો સમાવેશ થાય છે. તેમજ તેમાં વિશાળ 4000mAh બેટરીનો પણ સમાવેશ થાય છે જે બે દિવસ સુધી બેટરી આયુષ્ય ધરાવે છે. રેડમિ 7A આ સેગમેન્ટમાં એકમાત્ર એવો સ્માર્ટફોન છે જે પાછળના કેમેરામાં 12MP સોની IMX486 સેન્સર ધરાવે છે,તેમજ AI પોર્ટ્રેઇટ મોડ સાથે 5MP ફ્રંટ કેમેરો ધરાવે છે. તે 13.8cm (5.45) 18:9 HD+ ફુલ સ્ક્રીન ડીસ્પ્લે સાથે સુંદર વ્યૂઇંગ એંગલ્સ ધરાવે છે તેમજ વાયરલેસ એફએમ રેડીયોનો પણ સમાવેશ થાય છે જેથી ઇયરફોન્સની જરૂર પડતી નથી. રેડમિ 7A ડ્યૂઅલ SIM કાર્ડ સાથે સમર્પિત માઇક્રો SD કાર્ડ સ્લોટ ધરાવે છે જે 256GB સુધીના વિસ્તરણને ટેકો આપે છે અને ડ્યૂઅલ સિમ, ડ્યૂઅલ VoLTEક્ષમતાઓ ધરાવે છે.
આ લોન્ચ પ્રસંગે શાઓમી ઇન્ડિયાના કેટેગરી અને ઓનલાઇન સેલ્સના વડા રઘુ રેડ્ડીએ જણાવ્યું હતું કે “અમે અમદાવાદમાં અમારા ગ્રાહકો માટે તદ્દન નવા રેડમિ 7A અને રેડમિ K20 સિરીઝની જાહેરાત કરતા રોમાંચ અનુભવીએ છીએ. રેડમિ કે20 સિરીઝ ક્વાલકોમ ® સ્નેપડ્રેગન™ 855 અને 730 પ્રોસેસર્સથી સજ્જ છે અને આ બન્ને ફોન્સ 20 MP પોપ-અપ સેલ્ફી કેમેરા સાથે આવે છે, ત્યારે રેડમિ 7A મજબૂત 12MP સોની IMX486 સેન્સર કેમેરા અનુભવ પૂરો પાડે છે અને 4000mAh બેટરી ધરાવે છે જે રેડમિ A સિરીઝ સ્માર્ટફોનમાં સૌપ્રથમ વખત છે. સુંદર ફીચર્સ સાથે, આ સ્માર્ટફોન્સ સંપૂર્ણ પેકેજ છે જે અમદાવાદમાં Miના ચાહકો માટે ખરેખર પ્રમાણિક ભાવ સાથે સુંદર ગુણવત્તાની નવીનતમ ટેકનોલોજી લઇને આવે છે.
ભાવ અને ઉપલબ્ધિ:
- રેડમિ K20 પ્રો અને રેડમિ K20નું Mi.com, ફ્લિપકાર્ટ અને Mi હોમ્સ પર 22 જુલાઇથી વેચાણ શરૂ થઇ ગયું છે અને તે 30 જુલાઇ 2019થી ઓફલાઇન રિટેઇલ ચેનલ્સ પર ઉપલબ્ધ બનશે.
- રેડમિ K20 પ્રો 6GB/128GB મોડેલના રૂ. 27,999 છે અને 8GB/256GB મોડેલના રૂ. 30,999 છે જે ફ્લેમ રેડ, ગ્લેસિયર બ્લ્યુ અને કાર્બન બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.
- રેડમિ K206GB/64GBના રૂ. 21,999 અને 6GB/128GB મોડેલના રૂ. 23,999 છે જે ફ્લેમ રેડ, ગ્લેસિયર બ્લ્યુ અને કાર્બન બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.
- રેડમિ 7A મેટ બ્લેક, મેટ બ્લુય અને મેટ ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ છે. 2GB+16GB મોડેલના બન્ને ફોન્સની પ્રારંભિક કિંમત રૂ. 5,999થી શરૂ થાય છે. રેડમિ 7A Mi.com, ફ્લિપકાર્ટ અને Miહોમ્સ પર ઉપલબ્ધ બનશે.
શાઓમીએ અન્ય Mi ઇકોસિસ્ટમ પ્રોડક્ટ્સની પણ જાહેરાત કરી છે:
- Miબર્ડ ટ્રીમરનું ઉત્પાદન ખાસ ભારત માટે કરવામાં આવ્યું છે. તે 40 લેન્થ સેટ્ટીંગ્સ, અલ્ટ્રા પ્રિસાઇઝ સેલ્ફ શાર્પનીંગ સ્ટીલ બ્લેડ્ઝ, 90 મિનીટના બેટરી આયુષ્ય, IPX7 રેટિંગ અને ક્વાડ-એજ ડિઝાઇન સાથે આવે છે. તે com અને Mi હોમ્સ અને અમેઝોન ઇન્ડિયા પર રૂ. 1199માં ઉપલબ્ધ છે.
- Miસુપર બાસ વાયરલેસ હેડફોન્સમા મોટા 40mm ડાયનેમિક ડ્રાઇવર્સનો સમાવેશ થાય છે જે શક્તિશાળી બાસ ડિલીવર કરે છે. લાંબા કલાકો સુધી આરામદાયક વપરાશ માટે તે 20 કલાકની બેટરીના આયુષ્ય સાથે પ્રેશર-લેસ ઇમફ્સ સાથે આવે છે અને તે com અને અમેઝોન ઇન્ડિયા પર રૂ. 1799ની કિંમતે ઉપલબ્ધ છે.
- Miબ્લ્યુટૂથ નેકબેન્ડ ઇયરફોન્સ બ્લ્યૂટૂથ 5.0 પર ડાયનેમિક બાસ સાથે 8 કલાકના મ્યુઝિક પ્લેબેક સમય આપે છે અને વોઇસ આસિસ્ટન્ટને પણ ટેકો આપે છે. તેની કિંમત રૂ. 1599 છે અને તે 23 જુલાઇથી com અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે.
- Mi રિચાર્જેબલ એલઇડી લેમ્પ એ કોમ્પેક્ટ, પોર્ટેબલ અને રિચાર્જેબલ ટેબલ લેમ્પ છે. તેમાં 3 કલર ટેમ્પરેચર મોડ્ઝનો સમાવેશ થાય છે અને 40 કલાક સુધીના બેટરીના આયુષ્યની બાંયધરી આપે છે જેને સરળતાથી કોઇ પણ યુએસબી વોલ એડેપ્ટર ઉપરાંત પાવર બેન્ક સાથે પણ ચાર્જ કરી શકાય છે. તે શાઓમીના ક્રાઉનફંડીંગ પ્લેટફોર્મ (https://store.mi.com/in/crowdfunding/list} પર રૂ. 1299માં ઉપલબ્ધ છે.
- Miટ્રક બિલ્ડર 530થીવધુ બિલ્ડીંગ બ્લોક્સ ધરાવવાની સાથે ટોયઝને એસેમ્બલ કરતું સરળ સાધન છે અને સર્વતોમુખી 2-ઇન-1: ટ્રક + બુલડોઝર મોડેલ છે. તે પહેલા શાઓમીના ક્રાઉનફંડીંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હતું અને હવે તેને વેચાણ માટે મુકવામાં આવશે.
શાઓમી ઇન્ડિયાએ 2 વર્ષ પહેલા ઓફલાઇન માર્કેટમાં પ્રવેશ કર્યો હતો અને પહેલેથી જ નોંધપાત્ર વૃદ્ધિ જોઇએ છે. એક શહેર તરીકે અમદાવાદે ઓફલાઇન સેકટરમાં શાઓમીએ અમદાવાદમાં જંગી વૃદ્ધિ કરી છે જેમાં 2 Mi હોમ્સ અને 3 Mi સ્ટોર્સનો સમાવેશ થાય છે. આશરે 11 સર્વિસ સેન્ટરો સાથે, 55+ Miપ્રિફર્ડ પાર્ટનર્સ અને 55+ લાર્જ ફોરમેટવાળા રિટેલ સ્ટોર્સ સાથે શાઓમી અમદાવાદમાં પોતાની મજબૂત હાજરી ઊભી કરવા માટે સક્ષમ બની છે.