શાકભાજીની લારીઓ ઉભી રાખવા માટે PSI દ્વારા સર્કલ કરાવાયા
અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં કાંકરિયા ગેટ નંબર 3, બીગબાઝર ચોકી સામે ના રોડ પર શાકભાજીની લારીઓ ઉભી રાખવા માટે પીએસઆઈ શ્રીમતી મારુ દ્વારા ૧૫-૧૫ ફૂટના અંતરે લારી અને ત્રણ બાજુ સર્કલ ઉભા રહેવા માટે નિશાન બનાવીને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી સોશિઅલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને લોકો શાકભાજી લેતી વખતે કોરોના બીમારીથી દૂર રહે. આ કામગીરી 42 થી 45 ડિગ્રી ગરમીમાં કરવામાં આવી.
આ કાર્યમાં સામાજિક કાર્યકર આકાશ સરકાર દ્વારા પેઈન્ટર રાજુભાઇ મણિરાજને દાણીલીમડાથી લઈને પેઇન્ટિંગની કામગીરી પતે નહીં ત્યાં સુધી સાથે રહી યોગ્ય મદદ કરવામાં આવી હતી.