શાકભાજીનું પેકિંગ જોઈ બોલિવુડ અભિનેત્રી જુહી ચાવલા ચોંકી ગઈ
મુંબઈ: શાકભાજી આૅર્ડર કરતાં જે રીતે એને પૅક કરીને મોકલાવી હતી એ જાઈને તે ચોંકી ગઈ હતી. તેણે જણાવ્યું કે ભણેલા-ગણેલા લોકો જ ધરતી પર વધુપડતી ગરબડ કરતા હોય છે. વેજિટેબલ્સને જે રીતે કાર્ટનમાં પૅક કરીને તેના ઘરે ડિલિવર કરવામાં આવી હતી એનો ફોટો ટિ્વટર પર શૅર કરીને જુહી ચાવલાએ ટ્વીટ કર્યું હતું કે ‘અને આવી રીતે મારા ઘરે શાકભાજીઓ પહોંચાડવામાં આવી હતી. પ્લાસ્ટિકમાં વીંટાળીને. શિક્ષિત લોકો જ ધરતી પર આવા પ્રકારની ગરબડ કરતા હોય છે. ખબર નથી પડતી કે તેમના આવા વર્તન પર હસું કે રડું.’