Western Times News

Gujarati News

શાકભાજીમાં જંતુનાશકનું પ્રમાણ જોવા મળી રહ્યું છે

પ્રતિકાત્મક તસવીર

જંતુનાશકોની ઉપસ્થિતિની નવી જ વિગત ખુલતા લોકોમાં ચર્ચાઓનો દોરઃ દેશમાં ૨૩૬૬૦ સેમ્પલ એકત્રિત કરાયા
અમદાવાદ,  ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાંથી ૧૭૩૯થી વધુ શાકભાજીના નમૂનામાં ચકાસણી કરવામાં આવી છે. શાકભાજીના નમૂનામાં ચકાસણી કરવામાં આવ્યા બાદ કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે, ૭૦ ટકા શાકભાજીમાં પ્રતિબંધિત જંતુનાશકોની ઉપસ્થિત રહેલી છે. મંજુર નહીં કરવામાં આવેલા અથવા તો પ્રતિબંધિક ટોકસિક જંતુનાશકની ઉપસ્થિતિ શાકભાજીમાં જોવા મળી છે.

૫૧થી વધુ સેમ્પલોમાં દ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને જાણવા મળ્યું છે કે, જંતુનાશકોનું પ્રમાણ મંજુર કરવામાં આવેલી મર્યાદા કરતા વધારે પ્રમાણમાં છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, જંતુનાશકોની ઉપસ્થિતિ દેખાઈ રહી છે. ૧૯મી ઓક્ટોબરના દિવસે જંતુનાશકોના સંદર્ભમાં અહેવાલ જારી કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ત્રણ રાષ્ટ્રીય સ્તરની લેબ આવેલી છે.

જે દ્વારા આ અભ્યાસમાં ભાગ લેવામાં આવ્યો હતો. આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ નેશનલ ઇન્સ્ટીટ્યુટનો સમાવેશ થાય છે. શાકભાજીના નમૂના અમદાવાદ, ડભોઈ, રાજકોટ, ખંભાત, અંકલેશ્વર, આણંદ, વડોદરા, કડી સહિતના શહેરો અને તાલુકાઓમાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા. જુદી જુદી શાકભાજીના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં લીલા મરચા, ફુલાવર, ટામેટા અને રિંગણનો સમાવેશ થાય છે. ખેતરોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઓર્ગેનિક ફાર્મ, એમપીએમસીના હોલસેલ માર્કેટમાંથી આ નમૂના લેવામાં આવ્યા હતા.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, શાકભાજીમાં પણ પ્રતિબંધિત જંતુનાશકોનું પ્રમાણ મળી આવ્યું છે. એક અગ્રણી અખબારના અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી છે. આમા એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આરોગ્યને સુરક્ષિત રાખવા માટે વધારે પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ વધુ કરવામાં આવે છે પરંતુ શાકભાજીમાં જંતુનાશકોનું પ્રમાણ વધી રહ્યું છે. આ સેમ્પલો ચોક્કસગાળામાં લેવામાં આવ્યા હતા. એપ્રિલ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ વચ્ચના ગાળામાં સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા જેમાં શાકભાજીના સેમ્પલોમાં જંતુનાશકોની ઉપÂસ્થતિ દેખાઈ આવી છે.

શાકભાજીમાં ૧૭થી વધુ બિન મંજુર કરવામાં આવેલા જંતુનાશકોની ઉપસ્થિતિ દેખાઈ છે. દેશભરની વાત કરવામાં આવે તો પરીક્ષણ માટે ફુડ સેફ્ટી ઓથોરિટી દ્વારા ૨૩૬૬૦ સેમ્પલો એકત્રિત કરવામાં આવ્યા હતા તેમાંથી ૪૫૧૦ સેમ્પલ અથવા તો ૧૯.૧ ટકા સેમ્પલમાં જંતુનાશકોની ઉપસ્થિતિ દેખાઈ છે. સેમ્પલને લઇને નિષ્ણાતોમાં પણ ચર્ચા શરૂ થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.